Rajkot માં કમિશનકાંડ મુદ્દે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કર્યા આ આક્ષેપો
રાજકોટના પોલીસ કમિશનર જેવા લોકોએ પોલીસ તંત્રને અને પોલીસ તંત્ર પરના વિશ્વાસને ખતમ કરવાનું કામ કર્યું છે. હાર્દિકે આરોપ લગાવ્યો કે, રાજકોટ ક્રાઈમબ્રાંચે કરોડોની તોડબાજી કરીને પોલીસ કમિશનરનું ઘર ભરવાનું કામ કર્યું છે.
રાજકોટ(Rajkot) કમિશનકાંડ (Commission Kand) મુદ્દે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે(Hardik Patel) ગંભીર આરોપ લગાવ્યા, હાર્દિક પટેલ કહ્યું કે, જો યોગ્ય તપાસ થાય તો આ કેસમાં ઓછામાં ઓછા 1 હજાર કરોડ તોડબાજી સામે આવે તેવી શક્યતા છે.હાર્દિક પટેલે કહ્યું કે, બધા જ પોલીસ ખરાબ નથી હોતા પરંતુ રાજકોટના પોલીસ કમિશનર જેવા લોકોએ પોલીસ તંત્રને અને પોલીસ તંત્ર પરના વિશ્વાસને ખતમ કરવાનું કામ કર્યું છે. હાર્દિકે આરોપ લગાવ્યો કે, રાજકોટ ક્રાઈમબ્રાંચે કરોડોની તોડબાજી કરીને પોલીસ કમિશનરનું ઘર ભરવાનું કામ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કમિશન કાંડને લઈ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. મનોજ અગ્રવાલ સામે કડક પગલાં ભરાય તેવી શક્યતા સેવાઈ રહી છે. મનોજ અગ્રવાલ અને ક્રાઇમ બ્રાંચના પીઆઇ ગઢવી સહિતના સ્ટાફ સામે રૂપિયા 75 લાખના કમિશન કાંડની તપાસ ટ્રેનિંગ વિભાગના ડીજીપી વિકાસ સહાય ચલાવી રહ્યા છે.
તપાસ ટીમે અગાઉ ફરિયાદી સખિયા બંધુ, તેના સાક્ષીઓ, મનોજ અગ્રવાલ, પીઆઇ ગઢવી, પીએસઆઇ સાખરા સહિતના લોકોના નિવેદનો નોંધ્યા હતા. શુક્રવારે ફરીથી જગજીવન સખિયા તપાસનીશ અધિકારી સમક્ષ રજૂ થયા હતા અને મહત્વના પુરાવા રજૂ કર્યા હતા. પુરાવા હાથ લાગ્યા બાદ શુક્રવારે રાત્રે જ કમિશનર અગ્રવાલને ગાંધીનગર હાજર થવા સૂચના અપાઇ હતી અને શનિવારે વધુ એક વખત અગ્રવાલનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : Patan ખાતે નિર્માણાધિન વીર મેઘમાયા મંદિર સ્મારકના સીએમ ભૂપેન્દ્ર પટેલે દર્શન કર્યા
આ પણ વાંચો : સુરત : સ્ટેશનરી અને સ્કુલ યુનિફોર્મ લેવા દુકાનોમાં વાલીઓની ભીડ, બે વર્ષ બાદ શરૂ થઇ રહી છે શાળા-કોલેજો