સુરત : સ્ટેશનરી અને સ્કુલ યુનિફોર્મ લેવા દુકાનોમાં વાલીઓની ભીડ, બે વર્ષ બાદ શરૂ થઇ રહી છે શાળા-કોલેજો
બે વર્ષ બાદ શાળાઓ શરૂ થતા વેપારીઓના ચહેરા પર ખુશી જોવા મળી. સોમવાર સુધી હજારો યુનિફોર્મનું વેચાણ થશે તેવી વેપારીઓને આશા. શાળા શરૂ થયાની જાહેરાત બાદ યુનિફોર્મની માગ વધી હોવાનો પણ વેપારીઓનો મત છે.
સોમવારથી શાળાઓ શરૂ થવા જઈ રહી છે. ત્યારે સુરતમાં (Surat) સ્કૂલ યુનિફોર્મ (School uniform)લેવા દુકાનોમાં વાલીઓની ભીડ જોવા મળી. બે વર્ષ બાદ શાળાઓ શરૂ થતા વેપારીઓના ચહેરા પર ખુશી જોવા મળી. સોમવાર સુધી હજારો યુનિફોર્મનું વેચાણ થશે તેવી વેપારીઓને આશા. શાળા શરૂ થયાની જાહેરાત બાદ યુનિફોર્મની માગ વધી હોવાનો પણ વેપારીઓનો મત છે.
બીજી તરફ સ્ટેશનરીની (Stationery) દુકાનોમાં પણ વાલીઓનો ધસારો જોવા મળ્યો. સ્કૂલ સામગ્રીની ખરીદી કરવા વાલીઓની ભીડ જોવા મળી.સ્કૂલબેગ, યુનિફોર્મ અને સ્ટેશનરીની વિવિધ વસ્તુઓ ખરીદવા વાલીઓ બજારમાં ઉમટ્યા. સ્ટેશનરીની દુકાનોમાં રહેલી ઘરાકીના પગલે આવકમાં વધારો થવાની વેપારીઓને સંભાવના.
નોંધનીય છેકે સોમવારથી રાજયભરમાં શાળા-કોલેજો રાબેતા મુજબ શરૂ થઇ રહી છે. આખરે બે વર્ષ બાદ શાળા-કોલેજો શરૂ થતા વાલીઓ ખરીદી કરવા ઉમટી રહ્યા છે. બે વર્ષ બાદ વિદ્યાર્થીઓ પણ શાળાએ જવા આતુર બન્યા છે. ત્યારે હવે કોરોનાની મહામારીથી આંશિક રાહત મળતા ફરી શિક્ષણકાર્ય રાબેતા મુજબ શરૂ થશે. જેને લઇને બાળકોના અભ્યાસ પર જે માઠી અસર પડી રહી હતી તે હવે ઓછી થઇ જશે.
આ પણ વાંચો : Ranji Trophy: 33 વર્ષીય બોલરે એકલા હાથે 10 બેટ્સમેનોને આઉટ કર્યા! જમ્મુ-કાશ્મીરની શાનદાર જીત સાથે શરૂઆત
આ પણ વાંચો : Radhanpur: મુખ્યમંત્રીએ 60 MLD ક્ષમતાના ફિલ્ટરેશન પ્લાન્ટની મુલાકાત લીધી, 1.74 લાખ નાગરિકોને પાઈપલાઈન થકી પાણી મળશે

મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video

NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ

ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન

બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
