Rain News : ઉપરવાસમાં ભારે વરસાદના પગલે આજવા સરોવર થયું ઓવરફ્લો, 62 દરવાજા ખોલાયા, જુઓ Video
ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે. વડોદરાના વાઘોડિયા પાસેના આજવા સરોવરની જળ સપાટીમાં વધારો થયો છે.આજવા સરોવરની હાલની સપાટી 212.80 ફૂટ પર પહોંચી છે.જેના પગલે આજવા સરોવર ઓવર ફ્લો થઈ રહ્યું છે.
ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે. વડોદરાના વાઘોડિયા પાસેના આજવા સરોવરની જળ સપાટીમાં વધારો થયો છે.આજવા સરોવરની હાલની સપાટી 212.80 ફૂટ પર પહોંચી છે.જેના પગલે આજવા સરોવર ઓવર ફ્લો થઈ રહ્યું છે.
આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું છે. આજવા સરોવરના 62 દરવાજા ખુલ્લા મુકાયા છે. જેના પગલે વિશ્વામિત્રી નદીની જળસાપટી વધવાથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
બીજી તરફ વડોદરાના દેવડેમમાં પાણીની ભારે આવક નોંધાઈ છે. રૂલ લેવલ જાળવવા દેવડેમમાંથી પાણી છોડાતા ડભોઇના 7 ગામને એલર્ટ કરાયા છે. ઢાઢર નદી કિનારાના ગામોને સચેત કરાયા છે. નિચાણવાળા વિસ્તારમાં વસતા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. ડભોઇના કેટલાક ગામના રસ્તા જળમગ્ન થયા છે.
Published on: Jul 25, 2024 01:05 PM