ગુજરાતના રાજકારણમાં અસદુદ્દીન ઓવૈસીની એન્ટ્રી, લોકસભાની 2 બેઠક પર ઉમેદવાર ઉતારશે AIMIM

ગુજરાતના રાજકારણમાં અસદુદ્દીન ઓવૈસીની એન્ટ્રી, લોકસભાની 2 બેઠક પર ઉમેદવાર ઉતારશે AIMIM

author
| Edited By: | Updated on: Mar 25, 2024 | 8:41 PM

ભરુચ લોકસભા બેઠક ઉપર મનસુખ વસાવા સામે ચૈતર વસાવા તેમજ છોટુ વસાવાની પાર્ટી તરફથી જો કોઇ ઉમેદવાર આવે તો એ સિવાય હવે AIMIM પાર્ટીનો પણ ઉમેદવાર જોડાશે. આ ઉપરાંત મહત્વની ગણાતી એવી ગાંધીનગર લોકસભા બેઠક જ્યાંથી દેશના ગૃહ મંત્રી અમિત શાહ લડી રહ્યા છે એ બેઠક ઉપર પણ AIMIM ઉમેદવાર ઉતારશે.

ગુજરાતના રાજકારણમાં અસદુદ્દીન ઓવૈસી એન્ટ્રી કરશે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી જંગમાં AIMIM પોતાના ઉમેદવારો ઉતારશે. ગાંધીનગર અને ભરુચ બેઠક પર AIMIM ઉમેદવાર ઉતારશે. AIMIMએ ઉમેદવારની પસંદગી માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ભરૂચમાં ભાજપ અને ‘INDIA’ સામે AIMIM લડશે.

મહત્વની વાત એ છે કે AIMIMની એન્ટ્રી માત્રથી રાજકીય સમીકરણોમાં પરિવર્તન આવશે. કારણ કે ફક્ત બે બેઠકો ઉપર ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા છે, ત્યારે રાજકીય નિવેદનબાજીઓની અસર પણ લોકમાનસ ઉપર પડતી હોય છે, એવામાં અસદુદ્દીન ઓવૈસી દ્વારા ઉમેદવારોની પસંદગી કયા પ્રકારે કરાય છે અને બંને ઉમેદવારો આ બેઠક ઉપર કેવી અસર કરશે એ જોવાનું રસપ્રદ રહેશે.