Ahmedabad Video : એરપોર્ટ પાસેથી કુખ્યાત સટ્ટા બુકી અને મહાદેવ એપના માલિકનો પૂર્વ પાર્ટનર બાલમુકુંદ ઈનાની ઝડપાયો
રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના કપાસન પોલીસ મથકમાં નોંધાયેલ ખંડણી અને ધાકધમકી ના કેસમાં ફરાર કુખ્યાત આરોપી અને કોંગ્રેસ ના કોર્પોરેટર ને અમદાવાદ માંથી DCP ઝોન - 4 ની ટીમે ઝડપી પાડી રાજસ્થાન પોલીસ હવાલે કર્યો છે.
રાજસ્થાન ના ચિત્તોડગઢમાં આવેલ કપાસન પોલીસ મથકમાં નોંધાયેલ ગુનામાં ફરાર બાલ મુકુંદ કૈલાશ ચંદ્ર ઇનાની ગુજરાત આવીને અમદાવાદ એરપોર્ટ થી દુબઇ ભાગવાની ફિરાકમાં હોવાના DCP ઝોન 4 ડો કાનન દેસાઈને મળેલ ચોક્કસ ઇનપુટ્સ આધારે તેઓની એલસીબી ટીમને સાથે રાખી ગુપ્ત રાહે ઓપરેશન હાથ ધરી બાલ મુકુંદ ઇનાનીને ઝડપી પાડી રાજસ્થાન પોલીસને હવાલે કર્યો છે.
ચોક્કસ ઈન્પુટ્સના આધારે ઓપરેશન હાથ ધરી ટેક્નિકલ સર્વલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે બાલ મુકુંદ ઇનાનીને અમદાવાદ એરપોર્ટના ગેટ નમ્બર 2 નજીકથી ઝડપી પાડેલ રાજસ્થાનથી તે ધોરીમાર્ગ દ્વારા ગાંધીનગરની એક હોટેલમાં રોકાયો હતો અને ત્યાર બાદ તે દુબઇની ફલાઇટ પકડવા માટે અમદાવાદ એરપોર્ટ નજીક પહોંચતાજ તેને ઝડપી લેવામાં આવ્યો હતો.
બાલ મુકુંદ ઇનાની ગણના ઓનલાઇન સટ્ટાના મોટા બુકીઓમાં થાય છે. જોગણિયા બુક નામની સટ્ટા એપ દ્વારા તેને સમગ્ર દેશમાં પોતાની જાળ બિછાવેલ છે. દુબઇમાં રહીને તેને સટ્ટાનું નેટવર્ક ચલાવતા તે 2000 થી 3000 કરોડનું ટર્ન ઓવર કરતો મોટો બુકી બની ગયો હોવાના પુરાવા રાજસ્થાન પોલીસ ને હાથ લાગ્યા છે.
ક્રિકેટ સટ્ટા કાંડના ચર્ચિત કેસ મહાદેવ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરનો પણ સાથી રહી ચુક્યો છે બાલ મુકુંદ ઇનાની કપાસન નગરપાલિકાના સભ્ય તરીકે તે બે વાર ચૂંટાઈ ચુક્યો છે અને કોંગ્રેસના સક્રિય વરિષ્ઠ નેતાઓમાં તેની ગણના થાય છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો