બનાસકાંઠા : અંબાજીમાં ભાદરવી પૂનમની ભીડ જોવા મળી, અમદાવાદ વ્યાસવાડીનો રથ અંબાજી પહોંચ્યો, જુઓ Video

| Edited By: | Updated on: Sep 11, 2024 | 2:45 PM

સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતી કાલથી ભાદરવી પુનમનાં મેળા નું શુભારંભ થનાર છે. ત્યારે અંબાજી માં આજ થી જાણે મેળો શરૂ થઈ ગયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. આજે મેળાનાં આગલા દિવસે જ યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો.

સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતી કાલથી ભાદરવી પુનમનાં મેળા નું શુભારંભ થનાર છે. ત્યારે અંબાજી માં આજથી જાણે મેળો શરૂ થઈ ગયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. આજે મેળાનાં આગલા દિવસે જ યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે જ યાત્રિકોનો ભારે ઘસારો અંબાજી શહેરમાં જોવા મળ્યો હતો. હજારો શ્રદ્ધાળુઓ અંબાજીના દર્શનાર્થે પહોંચ્યાં હતા. મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ થતા દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી.

અંબાજી મંદિર પરિસર બોલ માડી અંબે જય જય અંબેના નાદ થી ગુંજવા લાગ્યા છે. જ્યારે અમદાવાદથી નિકળેલો વ્યાસવાડીનો સંઘ પણ આજે ભાદ્રસુદ આઠમએ અંબાજી ખાતે પહોંચ્યો હતો. મેળાનાં આગલા દિવસે 52 ગજની ધજા માતાજી ને ચઢાવી હતી. ભાદરવી મેળામાં પુનમનાં દિવસે ભીડ થી બચવાં બાળકો સહીત મહીલાઓને શાંતી થી દર્શન થઇ શકે તે માટે વહેલા સંઘ લાવી પહેલી ધજા ચઢાવાતી હોવાનું હતી.