અમદાવાદઃ AMTSનું વર્ષ 2022-23નું સુધારા સાથેનું બજેટ રજૂ, સિનિયર સિટીઝન માટે AMTSમાં ફ્રી પાસ મળશે

AMTSનું વર્ષ 2022-23નું સુધારા સાથેનું બજેટ (Budget) રજૂ કરવામાં આવ્યું હતું. રૂપિયા 7 કરોડના સુધારા સાથે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. શહેરમાં 40 બસો AMTS અને 900 બસો કોન્ટ્રાકટરની દોડે છે. 50 ઇલેક્ટ્રોનિક બસો દોડશે.

Jignesh Patel
| Edited By: | Updated on: Jan 27, 2022 | 8:43 PM

Ahmedabad: અમદાવાદવાસીઓને AMTS તરફથી મોટી ભેટ આપવામાં આવી છે. હવે 65 વર્ષથી ઉપરના તમામ સિનિયર સિટીઝનો (senior citizens)ફ્રીમાં મુસાફરી કરી શકશે. તો આ સાથે કોરોના કાળ દરમ્યાન જે વિદ્યાર્થીના માતા કે પિતા કોઈપણ મૃત્યુ પામેલા હોય તે વિદ્યાર્થીઓ AMTSમાં મફતમાં મુસાફરી કરી શકશે. તો કોર્પોરેશનની (AMC)નગર પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને વર્ષ દરમ્યાન બસમાં ફ્રીમાં મુસાફરીનો લાભ મળશે. આવા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને સ્કુલમાં આવવા જવા માટે AMTSના ફ્રી પાસ આપવામાં આવશે.

અમદાવાદની જીવાદોરી ગણાતી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલેકે એએમટીએસનું વર્ષ 2022-23નું બજેટ (Budget)રજુ કરવામાં આવ્યુ. બજેટની જોગવાઈની વાત કરીએ તો, હાલમાં શહેરમાં 75 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનોને ફ્રી પાસ આપવામાં આવે છે. જ્યારે 65 વર્ષથી ઉપરની વ્યક્તિને 50 ટકા કન્સેશન આપવામાં આવે છે. જેમાં સુધારો કરીને હવે 65 વર્ષથી ઉપરના તમામ લોકોને મફત પાસ કાઢી આપવામાં આવશે.

મ્યુનિસિલ શાળામાં ભણતા બાળકોને શૈક્ષણિક સંસ્થામાં જવા આવવા માટે ફ્રી પાસની સુવિધા અપાશે. કોરોનાકાળમાં જે વિદ્યાર્થીએ માતા કે પિતા ગુમાવ્યા છે એવા વિદ્યાર્થીઓની નિશુલ્ક પાસ આપવામાં આવશે.એએમટીએસની નવી 50 બસ ખરીદવામાં આવશે અને તેને શહેરની ફરતે રિંગરોડ ઉપર દોડાવવામાં આવશે.

પેટીએમ દ્વારા ક્યું આર કોડ જનરેટ કરી ડિજિટલ ટિકિટિંગ કરવાનું આયોજન

1947થી અમદાવાદમાં એએમટીએસ દોડી રહી છે. 112 બસ અને 38 રુટ સાથે શરુ થયેલી પરિવહન સેવાનો વ્યાપ વધીને 700 બસ અને 150 રુટ પર પહોંચ્યો છે.આમ બસની અને રુટની સંખ્યામાં વધારો થયો છે. એ સારી બાબાત છે. જોકે ભુતકાળમા જે રીતે મુસાફરોને તંત્ર દ્વારા જે સંતોષકારક સેવા આપવામાં આવતી હતી તે હવે જોવા મળતી નથી. બસ આવવી-સ્ટેશન પર ન ઉભી રહેવી-ખોટ કરવી જેવી બાબતોને લઇ એએમટીએસ વિવાદમાં રહે છે.

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વીસ એટલેકે એએમટીએસનુ વર્ષ 2022-23નું 536.14 કરોડનું બજેટ રજુ કરવામાં આવ્યુ. ટ્રાન્સપોર્ટ મેનેજરે રજુ કરેલા 529.14 કરોડના ડ્રાફ્ટ બજેટમાં એએમટીએસ ચેરમેન દ્વારા 7 કરોડનો સુધારો કરી 536.14 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું.

 

આ પણ વાંચો : GIR SOMNATH : પાકિસ્તાન જેલમાંથી 20 ભારતીય માછીમારો મુક્ત, વેરાવળ ખાતે સ્વજનો સાથે મિલાપના લાગણીસભર દ્રશ્યો સર્જાયા

આ પણ વાંચો : ગાંધીનગર મહાનગર પાલિકામાં સફાઈ કર્મચારીઓનું આંદોલન, 400થી વધુ કર્મચારીઓએ અર્ધનગ્ન અવસ્થામાં વિરોધ નોંધાવ્યો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">