અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસ વધતા તંત્રએ કવાયત હાથ ધરી, સમરસ હોસ્ટેલને કોવિડ કેર સેન્ટરમાં ફેરવાશે

|

Jan 16, 2022 | 5:40 PM

અમદાવાદમાં જીએમડીસી ખાતે આવેલી ગવર્મેન્ટ સમરસ બોયઝ હોસ્ટેલ ફરી એક વખત કોરોના દર્દીઓની સારવાર માટે કાર્યરત કરવામાં આવશે.

ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona)કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદમાં (Ahmedabad) પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તેની સાથે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધી રહી છે. જેના પગલે શહેરના કોરોના દર્દીઓને પૂરતી સારવાર મળી રહે તે માટે સમરસ કેન્દ્રોને કોવિડ કેર સેન્ટરમાં રૂપાંતરિત કરવામાં આવે છે. અમદાવાદના જીએમડીસી ખાતે આવેલા સરકારી હોસ્ટેલને ફરી એક વખત સમરસ હોસ્ટેલમાં રૂપાંતરી કરવાની કવાયત તંત્ર દ્વારા કરાઇ છે.

જેમાં જીએમડીસી ખાતે આવેલી ગવર્મેન્ટ સમરસ બોયઝ હોસ્ટેલ ફરી એક વખત કોરોના દર્દીઓની સારવાર માટે કાર્યરત કરવામાં આવશે. મહત્વનું છે કે વધતા કેસને લઇને હાલ સરકારી બિલ્ડીંગ કોરોના દર્દીઓની સારવાર માટે તૈયાર કરવામાં આવી રહી છે અને આગામી ટૂંક જ સમયમાં ફરી એક વખત બોયસ હોસ્ટેલને કોવિડ કેર સેન્ટર તરીકે શરૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં શહેરમાં 01 જાન્યુઆરીથી કોરોનાના એક્ટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો. જેમાં અમદાવાદ શહેરમાં છેલ્લા 15 દિવસમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1903 થી લઇને 15 જાન્યુઆરી સુધી 20870 એ પહોંચી છે.

અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસને જોતા મહાનગરપાલિકાએ ખાનગી લેબોરેટરીની મદદ લીધી છે.. જે અંતર્ગત કોરોના ટેસ્ટિંગ માટે AMC 9 ખાનગી લેબોરેટરીની મદદ લેશે. હેલ્થ કમિટીની ચેરમેનનું કહેવું છે કે આગામી સમયમાં જરૂરિયાત મુજબ સ્થળ અને ટેસ્ટિંગ દર નક્કી કરવામાં આવશે. જેનો નિર્ણય મ્યુનિસિપલ કમિશનર કક્ષાએથી લેવામાં આવશે.

આ પણ વાંચો : બનાસકાંઠાઃ લાખણીના દેતાલ ગામમાં સાસંદની હાજરીમાં કોરોના મહામારી વચ્ચે સન્માન સમારોહ

આ પણ વાંચો : ગાંધીનગર : કલોલમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની હાજરીમાં કોરોના નિયમોનો ભંગ

Published On - 5:08 pm, Sun, 16 January 22

Next Video