ગાંધીનગર : કલોલમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની હાજરીમાં કોરોના નિયમોનો ભંગ

ગાંધીનગર : કલોલમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની હાજરીમાં કોરોના નિયમોનો ભંગ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 3:48 PM

દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે. ત્યારે ખાસ કરીને રાજકીય નેતાઓ દ્વારા જ મેળાવડાઓ અને સમાજ સમારંભો થકી કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. અને, આવા કિસ્સાઓ એક બે વાર નહીં પણ છાશવારે બની રહ્યા છે.

ગાંધીનગરના કલોલમાં એકઠી થઈ ભીડ. કલોલમાં (KALOL ) ઠાકોર ભવનના ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમ કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ (Congress Region President )જગદીશ ઠાકોરની (Jagdish Thakor) હાજરીમાં જ યોજાયો. જેમાં સરકારે નક્કી કરેલા (Corona) નિયમોથી વિપરીત દ્રશ્યો જોવા મળ્યા. રાજકીય અને સામાજિક કાર્યક્રમોમાં સરકારે 150 લોકોની જ મંજૂરી આપેલી છે. પરંતુ આ કાર્યક્રમમાં હજારો લોકો જોવા મળ્યા. નિયમોની ઐસીતૈસી થઈ ગઈ. નિયમો તોડીને પણ કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ શરમાવાની જગ્યાએ રાજ્ય સરકારને સલાહ આપતા જોવા મળ્યા.

નોંધનીય છેકે દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે. ત્યારે ખાસ કરીને રાજકીય નેતાઓ દ્વારા જ મેળાવડાઓ અને સમાજ સમારંભો થકી કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. અને, આવા કિસ્સાઓ એક બે વાર નહીં પણ છાશવારે બની રહ્યા છે. ત્યારે અહીં સવાલ એ છેકે શું નિયમો માત્ર સામાન્ય લોકો માટે જ છે ? કોરોના નિયમોનું રાજકીય નેતાઓએ પાલન કરવાનું હોતું નથી ? આવા નિયમોની ઐસીતૈસી ક્યાં સુધી? 150 લોકોની મર્યાદા છતાં આટલી ભીડ કેમ? સામાજિક અને રાજકીય કાર્યક્રમોમાં કેમ નિયમોનું પાલન નથી થતું? નેતાઓ શા માટે આવા કાર્યક્રમોમાં જવાનું ટાળતા નથી? જો સંક્રમણ વધશે તો તેની જવાબદારી કોણ લેશે?

આ પણ વાંચો : ગીર સોમનાથ : કોંગ્રેસની સરકાર બન્યા બાદ સરકારી અધિકારીઓનો અમે હિસાબ કરીશું : વિમલ ચુડાસમા

આ પણ વાંચો : સમાજમાં મૌન ધારણ કરી સમાજની નિસ્વાર્થ અને શ્રેષ્ઠત્તમ સેવા કરનારનું સમાજે સન્માન કરવું જોઈએ : ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ

 

g clip-path="url(#clip0_868_265)">