AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બનાસકાંઠાઃ લાખણીના દેતાલ ગામમાં સાસંદની હાજરીમાં કોરોના મહામારી વચ્ચે સન્માન સમારોહ

બનાસકાંઠાઃ લાખણીના દેતાલ ગામમાં સાસંદની હાજરીમાં કોરોના મહામારી વચ્ચે સન્માન સમારોહ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 4:38 PM
Share

સાંસદ પરબત પટેલની (MP Parbat Patel) હાજરીમાં સન્માન સમારોહ યોજાયો. આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ મોટાભાગના લોકોએ ન માસ્ક પહેર્યા, કે ન સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું, આ નેતાઓને જાણી જોઈને એકઠી કરેલી ભીડ લોકોને મોટી મુશ્કેલીમાં મુકી શકે છે,

બનાસકાંઠાના (Banaskantha)લાખણીના દેતાલ ગામમાં કોરોના (Corona) સંક્રમણ વચ્ચે સરપંચના સન્માન સમારોહમાં લોકોના ટોળા ઉમટ્યા. સાંસદ પરબત પટેલની (MP Parbat Patel) હાજરીમાં સન્માન સમારોહ યોજાયો. આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ મોટાભાગના લોકોએ ન માસ્ક પહેર્યા, કે ન સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું, આ નેતાઓને જાણી જોઈને એકઠી કરેલી ભીડ લોકોને મોટી મુશ્કેલીમાં મુકી શકે છે,

કલોલમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની હાજરીમાં કોરોના નિયમોનો ભંગ

ગાંધીનગરના કલોલમાં એકઠી થઈ ભીડ. કલોલમાં ઠાકોર ભવનના ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમ કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની હાજરીમાં જ યોજાયો. જેમાં સરકારે નક્કી કરેલા નિયમોથી વિપરીત દ્રશ્યો જોવા મળ્યા. રાજકીય અને સામાજિક કાર્યક્રમોમાં સરકારે 150 લોકોની જ મંજૂરી આપેલી છે. પરંતુ આ કાર્યક્રમમાં હજારો લોકો જોવા મળ્યા. નિયમોની ઐસીતૈસી થઈ ગઈ. નિયમો તોડીને પણ કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ શરમાવાની જગ્યાએ રાજ્ય સરકારને સલાહ આપતા જોવા મળ્યા.

નોંધનીય છેકે દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે. ત્યારે ખાસ કરીને રાજકીય નેતાઓ દ્વારા જ મેળાવડાઓ અને સમાજ સમારંભો થકી કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. અને, આવા કિસ્સાઓ એક બે વાર નહીં પણ છાશવારે બની રહ્યા છે. ત્યારે અહીં સવાલ એ છેકે શું નિયમો માત્ર સામાન્ય લોકો માટે જ છે ? કોરોના નિયમોનું રાજકીય નેતાઓએ પાલન કરવાનું હોતું નથી ? આવા નિયમોની ઐસીતૈસી ક્યાં સુધી? 150 લોકોની મર્યાદા છતાં આટલી ભીડ કેમ? સામાજિક અને રાજકીય કાર્યક્રમોમાં કેમ નિયમોનું પાલન નથી થતું? નેતાઓ શા માટે આવા કાર્યક્રમોમાં જવાનું ટાળતા નથી? જો સંક્રમણ વધશે તો તેની જવાબદારી કોણ લેશે?

આ પણ વાંચો : ગાંધીનગર : કલોલમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની હાજરીમાં કોરોના નિયમોનો ભંગ

આ પણ વાંચો : NCP: પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કીનું વિવાદાસ્પદ નિવેદન, આજે નાનામાં નાનો કોન્સ્ટેબલ સ્વિફ્ટ કાર લઈને ફરે છે

Published on: Jan 16, 2022 04:37 PM
g clip-path="url(#clip0_868_265)">