ગુજરાતમાં વરસાદ પડશે કે નહીં ? અંબાલાલ પટેલ કહે છે 10 સપ્ટેમ્બર આસપાસ નવી સિસ્ટમ બનવાની શક્યતા
Ambalal Patels rain forecast : અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પંચમહાલ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ વરસી શકે છે.

ગુજરાતમાં ચોમાસાની સિઝન વચ્ચે આગામી દિવસોમાં ફરી વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં 6થી 10 સપ્ટેમ્બર દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેમની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પંચમહાલ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ વરસી શકે છે.
ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા
આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે.
આગામી દિવસોમાં વરસાદની સાથે પવનની ગતિ વધવાની શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે.
10 સપ્ટેમ્બરની આસપાસ નવી સિસ્ટમ બનવાની શક્યતા
અંબાલાલ પટેલે આગામી દિવસો માટે મહત્વની આગાહી કરતાં જણાવ્યું છે કે 10 સપ્ટેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં નવી મજબૂત વરસાદી સિસ્ટમ બનવાની શક્યતા છે. જો આ સિસ્ટમ મજબૂત બને અને તેની ગતિ અનુકૂળ રહે તો તેની અસર ગુજરાતના હવામાન પર પણ પડી શકે છે.
આ સિસ્ટમની અસરથી 10 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે. જોકે, સિસ્ટમની રચના અને તેની દિશા અંગેની સ્થિતિ આગામી દિવસોમાં વધુ સ્પષ્ટ થશે. હાલમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વચ્ચે વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે. ત્યારે આગામી દિવસોમાં બનનારી બંગાળની ખાડીની સિસ્ટમ પર ગુજરાતમાં વરસાદની વધુ આશા રહેલી છે.
