Rath Yatra 2024 : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ઉતારી ભગવાન જગન્નાથની મંગળા આરતી, જુઓ Video

|

Jul 07, 2024 | 5:19 AM

અમિત શાહ દર વર્ષે અષાઢી બીજના દિવસે અમદાવાદની જગન્નાથ રથયાત્રા શરુ થતા પહેલા મંદિરમાં મંગળા આરતીમાં જોડાતા હોય છે. દર વર્ષે તેઓ વહેલી સવારે જ ભગવાન જગન્નાથની મંગળા આરતી ઉતારે છે. તેમની સાથે તેમનો પરિવાર પણ જોડાતો હોય છે.

પુરીની જગન્નાથ રથયાત્રા પછી ભારતમાં જો કોઇ રથયાત્રાનું નામ આવે તો તે અમદાવાદની રથયાત્રા છે. અમદાવાદની રથયાત્રાનું વિશેષ મહત્વ રહેલુ હોય છે, ત્યારે આ વર્ષે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળવાની છે. જે પહેલા અમદાવાદના જગન્નાથ મંદિરમાં સવારે 4 કલાલે યોજાતી મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભાગ લીધો હતો.

અષાઢી બીજે યોજાતી રથયાત્રાના પગલે વહેલી સવારથી જ જગન્નાથ મંદિરમાં ભક્તોનો જમાવડો થયો હતો. આ વચ્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વહેલી સવારે 4 કલાકે પરિવાર સાથે જગન્નાથ મંદિર પહોંચી ગયા હતા. અમિત શાહે ભગવાન જગન્નાથની આરતી ઉતારી હતી. આ સમયે મંદિર જય જગન્નાથના નાદથી ગુંજ્યુ હતુ.અમિત શાહે આરતી બાદ સાષ્ટાંગ પ્રણામ કરીને ભગવાન જગન્નાથના આશીર્વાદ લીધા હતા.

મહત્વનું છે કે અમિત શાહ દર વર્ષે અષાઢી બીજના દિવસે અમદાવાદની જગન્નાથ રથયાત્રા શરુ થતા પહેલા મંદિરમાં મંગળા આરતીમાં જોડાતા હોય છે. દર વર્ષે તેઓ વહેલી સવારે જ ભગવાન જગન્નાથની મંગળા આરતી ઉતારે છે. તેમની સાથે તેમનો પરિવાર પણ જોડાતો હોય છે.

Next Video