Breaking News: અમદાવાદીઓ સાવધાન: સાંજે 7 થી 9 વાગ્યા વચ્ચે ભારે વરસાદની આગાહી, મનપા તંત્ર એલર્ટ

| Edited By: | Updated on: Jul 05, 2026 | 4:46 PM

સાંજે 7 વાગ્યા પછી અમદાવાદના કયા વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડશે તેની સચોટ વિગતો સામે આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યાથી બચવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને કડક આદેશ જાહેર કરાયા છે.

અમદાવાદ શહેરમાં આગામી કલાકોમાં ભારે વરસાદની આશંકા સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે સાંજે 7 થી 9 વાગ્યાની વચ્ચે શહેરમાં તોફાની વરસાદ પડી શકે છે. ખાસ કરીને થલતેજ, બોડકદેવ અને જોધપુર જેવા વિસ્તારોમાં ૨ ઇંચ સુધી વરસાદ ખાબકવાની શક્યતા હોવાથી તંત્ર હરકતમાં આવ્યું છે.

આ આકાશી આફતને પહોંચી વળવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) નું તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. તમામ વોર્ડના અધિકારીઓને પોતપોતાના વિસ્તારમાં સ્ટેન્ડબાય રહીને કામગીરી કરવા કડક સૂચના આપી દેવામાં આવી છે.

આ વખતે એએમસીએ ટેકનોલોજીનો આશરો લીધો છે. મનપા દ્વારા CDAC સોફ્ટવેરની મદદથી કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે તેનું અગાઉથી જ સચોટ અનુમાન લગાવી લેવામાં આવ્યું છે. આ સોફ્ટવેરના આધારે ક્યા વોર્ડમાં કેટલી અસર થશે તેનો એડવાન્સ પ્લાન તૈયાર કરી લેવાયો છે, જેથી પાણી ભરાવવાની સ્થિતિમાં તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરી શકાય.

પેટ્રોલમાં ઇથેનોલ બાદ હવે ડીઝલનો વારો: ટૂંક સમયમાં શરૂ થશે 15 ટકા આઇસોબ્યુટેનોલનું બ્લેન્ડિંગ, નીતિન ગડકરીએ આપી મોટી વિગત

Published on: Jul 05, 2026 04:46 PM
Follow Us