અમદાવાદની SVP હોસ્પિટલમાંથી નર્સિંગ કર્મચારીઓને છૂટા કરવા મુદ્દે વિવાદ વકર્યો

SVP હોસ્પિટલના વિરોધ કરતા કર્મચારીઓએ સત્તાધીશો પર ગંભીર આક્ષેપ મૂક્યા છે. જેમાં સત્તાધીશો ગુંડાગીરી પર ઉતરી આવ્યા હોવાનો નર્સિંગ કર્મચારીઓનો આક્ષેપ કર્યો છે.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Nov 14, 2021 | 11:37 PM

અમદાવાદ (Ahmedabad) મહાનગરપાલિકા સંચાલિત SVP હોસ્પિટલમાંથી નર્સિંગ કર્મચારીઓને(Nursing Staff) છુટા કરવાના કેસ બાદ વિવાદ વકર્યો છે. જેમાં SVP હોસ્પિટલના વિરોધ કરતા કર્મચારીઓએ સત્તાધીશો પર ગંભીર આક્ષેપ મૂક્યા છે. જેમાં સત્તાધીશો ગુંડાગીરી પર ઉતરી આવ્યા હોવાનો નર્સિંગ કર્મચારીઓનો આક્ષેપ કર્યો છે.

આ અંગે જણાવતા નર્સિંગ સ્ટાફે કહ્યું હતું કે અમારી સાથે રહેલા લોકોને ટોર્ચર કરવામાં આવ્યા છે. તેમજ બળજબરીપૂર્વક રાજીનામું લખાવવામાં આવતું હોવાનો આક્ષેપ પણ કર્યો છે. તેમજ વિરોધ કરી રહેલા કર્મચારીઓને SVPના ઓડિટોરિયમમાં બંધ કરી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

તેમજ કર્મચારીઓને ઓડિટોરિયમ રૂમમાં પૂરી લાઈટો બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત કર્મચારીઓના મોબાઈલ પણ બંધ કરી દેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે , કોરોના સમયે પણ સ્ટાફને લઈને Svp હોસ્પીટલ હતી વિવાદ રહી છે. જેમાં દર્દીઓ ન હોવા છતા એજન્સીઓને ફાયદો કરાવી આપવા નોધપાત્ર વધુ કર્મચારી રખાયા હતા. જેના લીધે દર્દીઓ ઓછા અને સ્ટાફ કર્મીઓ વધુ હોવા બાબતે વિવાદ ઉભો થયો હતો.

જ્યારે બીજી તરફ હાલ SVP હોસ્પિટલ કર્મચારી છુટા કરવાના મામલે બીજા દિવસે પણ વિરોધ યથાવત રહ્યો હતો. જેમાં 500થી વધુ સ્ટાફ ને છૂટા કરવામા આવ્યા છે. તેમજ હાલ SVP મા દર્દીઓની સંખ્યા સામે સ્ટાફ અનેક ગણો વધારે છે. તેમજ SVP મા દર્દી દાખલ ન થતા ખર્ચની સામે આવકમા નોધપાત્ર ધટાડો થયો છે. તેથી ખર્ચ ઘટાડવા કોન્ટ્રાક્ટ પરના માણસો ઓછા કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો :  ગુજરાતના પૂર્વ સીએમ રૂપાણીએ પાટણમાં પદ છોડવા અંગે આપ્યું આ નિવેદન

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં સરકાર નાઇટ કરફ્યુનો સમય લંબાવે તેવી શકયતા 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati