AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં સરકાર નાઇટ કરફ્યુનો સમય લંબાવે તેવી શકયતા

ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં સરકાર નાઇટ કરફ્યુનો સમય લંબાવે તેવી શકયતા

| Updated on: Nov 14, 2021 | 7:52 PM
Share

રાજ્યભરમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં દૈનિક કેસોમાં ઉછાળો આવતા સરકાર રાત્રિ કરફ્યૂનો સમય ફરી લંબાવે તેવી શક્યતા છે.

ગુજરાતમાં (Gujarat) દિવાળીના તહેવારોમાં અપાયેલી છૂટછાટને પગલે કોરોના(Corona)ફરી રાજ્યમાં દસ્તક આપી છે..તહેવારો બાદ રાજ્યભરમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં દૈનિક કેસોમાં ઉછાળો આવતા સરકાર રાત્રિ કરફ્યૂનો સમય ફરી લંબાવે તેવી શક્યતા છે.

મહત્વનું છે કે મુખ્ય સચિવ પંકજકુમારે રાજ્યના તમામ મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેક્ટરો સાથે બેઠક યોજીને એલર્ટ રહેવા સૂચના આપી હતી. કોરોનાના કેસમાં ઉછાળો આવતા હવે અમદાવાદ સહિતના મોટા શહેરોમાં ડોમ ઉભા કરી ફરી ટેસ્ટિંગ કરવામાં આવશે.કોરોના વધુ વકરે નહીં તે માટે શહેરોમાં જાહેર સ્થળોએ સ્ક્રિનિંગ કરવા તથા બગીચા, બસ સ્ટેશન, એરપોર્ટ અને રેલવે સ્ટેશન સહિતના સ્થળોએ પણ સઘન ચેકિંગ કરવામાં આવશે.

બીજી તરફ રજાઓ માણી બહારથી આવતા તમામ નાગરિકોના ટેસ્ટિંગ માટે કેટલાક વિસ્તારોમાં ડોમ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે.એસટી સ્ટેન્ડ, રેલવે સ્ટેશન તેમજ શહેરના એન્ટ્રી પોઈન્ટ પર ટેસ્ટ માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

શિયાળાના આરંભે ડેન્ગ્યુ, ચિકનગુનિયાનો રોગચાળો વકર્યો છે. આ સ્થિતિમાં અન્ય બીમારીગ્રસ્ત હાઈરિસ્ક અને ઉંમર લાયક નાગરિકોના સર્વે કરીને કોરોના ટેસ્ટનો આદેશ કરાયો છે..રાજ્યના આરોગ્ય ACSએ કલેક્ટર અને કમિશનરોને પત્ર લખ્યો છે. જેમાં તેમણે અન્ય બીમારી ધરાવતા શંકાસ્પદ દર્દીઓનો સર્વે કરીને તેમનું દૈનિક ટેસ્ટિંગ કરવા આદેશ કર્યો છે.

આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કલેક્ટર અને કમિશનરોને પત્ર લખીને ટેસ્ટિંગ સંદર્ભે નારાજગી વ્યક્તિ કરી છે. બે દિવસ અગાઉ કલેક્ટર અને કમિશનરોને બહારના રાજ્યોમાંથી પ્રવાસ કરીને આવતા નાગરીકોનો ટેસ્ટ કરવા સૂચના આપી હતી. તેના માટે કોરોના ટેસ્ટ ટાર્ગેટની દૈનિક મર્યાદા અર્મયાદિત કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો :  દેવભૂમિ દ્વારકામાંથી નોન વેજની લારીઓ દૂર કરવા શારદાપીઠના નારાયણનંદજીની માંગ

આ પણ વાંચો : જાણો શા માટે નર્મદા મહાઆરતી માટે શૂલપાણેશ્વર પાસે જ વિશાળ ઘાટ બનાવાયો, શું છે આ પ્રાચીન તીર્થનું મહત્વ અને ઈતિહાસ?

g clip-path="url(#clip0_868_265)">