AHMEDABAD : મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ ટ્રેન ફરી શરૂ થઇ, મુસાફરોનું થર્મલ સ્ક્રીનિંગ અને લગેજને સેનિટાઈઝ કરવામાં આવશે
Mumbai-Ahmedabad Tejas Express train : કોરોનાના કારણે આ ટ્રેન સેવા બંધ કરાઈ હતી. આ ટ્રેન સપ્તાહમાં ચાર દિવસ, શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારે દોડાવાશે.
AHMEDABAD : અમદાવાદ અને ગુજરાતના રેલ્વે યાત્રીઓ માટે સારા સમાચાર છે. તારીખ 7 ઓગષ્ટથી મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ ટ્રેન (Mumbai-Ahmedabad Tejas Express train) ફરી પાટે ચઢી છે.ઈંન્ડિયન રેલવે કેટરીંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)દ્વારા સંચાલિત તેજસ એક્સપ્રેસ ચાર મહિના બાદ શરૂ થઇ છે.ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે આ ટ્રેન સેવા બંધ કરાઈ હતી. આ ટ્રેન સપ્તાહમાં ચાર દિવસ, શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારે દોડાવાશે. ભવિષ્યમાં પ્રવાસીઓની માંગને આધારે ટ્રેનોની ફેરી વધારવાનો નિર્ણય લેવાશે. ટ્રેનમાં પ્રવાસ કરનારા મુસાફરોનું થર્મલ સ્ક્રીનિંગ તેમજ તેમના લગેજને પણ સેનિટાઈઝ કરવામાં આવશે.
આ પણ વાંચો : AHMEDABAD : પીરાણાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મુદ્દે HCની સુઓમોટો, જાણો કોને કોને ફટકારાઇ નોટીસ
આ પણ વાંચો : Gujarat : કોરોના મહામારીનું સંકટ યથાવત, પાછલા 24 કલાકમાં 19 નવા કેસ નોંધાયા