AHMEDABAD : પીરાણાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મુદ્દે HCની સુઓમોટો, જાણો કોને કોને ફટકારાઇ નોટીસ

Gujarat High Court : હાઈકોર્ટે સુઓમોટોની સુનાવણીમાં કહ્યું કે પ્રક્રિયા વગર જ ગટરનું દૂષિત પાણી નદીમાં છોડવાની વાત આઘાતજનક છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 6:16 AM

AHMEDABAD : પીરાણાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો અરજી હાથ ધરી હતી. પીરાણા સુએઝ પ્લાન્ટમાંથી ગટરનું પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ગટરના પાણીને નક્કી કરેલા નિયમો મુજબ ટ્રીટમેન્ટ કર્યા વગર જ દૂષિત પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું હોવાથી ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે સુઓમોટો અરજી હાથ ધરી રાજ્ય સરકાર, AMC, GPCB, અને DNP ઈન્ફ્રા કંપનીને નોટિસ ફટકારી છે. હાઈકોર્ટે સુઓમોટોની સુનાવણીમાં કહ્યું કે પ્રક્રિયા વગર જ ગટરનું દૂષિત પાણી નદીમાં છોડવાની વાત આઘાતજનક છે. આ બાબત ને લઈને ત્વરિત AMC અને સરકારનું ધ્યાન દોરવું જરૂરી બની ગયું છે. છેલ્લા 9 વર્ષથી AMCએ એક જ કંપનીને કોન્ટ્રાકટ આપ્યો છતાંય નિરાકરણ ન આવતા હાઈકોર્ટે આ સુઓમોટો અરજી હાથ ધરી હતી. આ અંગે વધુ સુનાવણી 20 ઓગષ્ટના રોજ હાથ ધરાશે.

આ પણ વાંચો : Gujarat : કોરોના મહામારીનું સંકટ યથાવત, પાછલા 24 કલાકમાં 19 નવા કેસ નોંધાયા

આ પણ વાંચો : Ahmedabad : રક્ષક જ બન્યો ભક્ષક ! મારી વિરુદ્ધ ફરિયાદ કેમ નોંધાવી કહીને પોલીસકર્મીએ વૃદ્ધને માર માર્યો 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">