Ahmedabad : જમાલપુર ચાર રસ્તા નજીક પેટ્રોલ પંપ પર આગ લાગતા દોડધામ મચી, આગ પર કાબૂ મેળવાયો

|

Feb 15, 2022 | 11:45 PM

અમદાવાદના જમાલપુર ચાર રસ્તા પાસે પેટ્રોલ પંપમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી જેમાં સમગ્ર ઘટનાની કામગીરી દરમિયાન ટેન્કરમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હોવાનું માનવામાં આવે છે. જ્યારે ફાયર બ્રિગેડના અધિકારી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

અમદાવાદના(Ahmedabad)  જમાલપુર ચાર રસ્તા પાસે પેટ્રોલ પંપમાં(Petrol Pump)  ભીષણ આગ(Fire)  લાગતા દોડધામ મચી જવા પામી હતી. જેમાં આગ લાગ્યા બાદ જોરદાર ધડાકો થયો હતો. જેમાં ધડાકાનો અવાજ એક કિમી સુધી સંભળાયો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ત્રણ ગાડી દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં સમગ્ર ઘટનાની કામગીરી દરમિયાન ટેન્કરમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હોવાનું માનવામાં આવે છે. જ્યારે ફાયર બ્રિગેડના અધિકારી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

જો કે અમદાવાદ શહેરના મધ્યમાં આવેલા જમાલપુર વિસ્તારમાં લાગેલી આગના લીધે મોટી સંખ્યા ભીડ એકત્ર થઈ હતી. તેમજ રસ્તા પર પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તેમજ શહેરનો આ વિસ્તાર ખૂબ જ ભરચક હતો છે રહેણાંક વિસ્તાર પર હોવાના લીધે લોકોમાં ભય ફેલાયો હતો . તેમજ જો આગ વધુ પ્રસરે તો મોટા પાયે નુકશાની પણ ભીતિ પણ હતી. જો કે ફાયર બ્રિગેડે સમયસર આવીને આગ પર કાબૂ મેળવી લીધો હતો.જો કે આ આગ લાગવા પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી. તેમજ હાલ તો  આગમાં કોઇ જાનહાનિના સમાચાર નથી.

આ પણ વાંચો : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે સુરતમાં ગ્રીષ્મા વેકરીયાના પરિજનોને સાંત્વના પાઠવી

આ પણ વાંચો : ગુજરાત ટાઇટન્સ તરફથી હાર્દિક પંડ્યા બોલિંગ કરશે કે નહીં, તેના પર આશીષ નહેરાએ આપ્યું નિવેદન

Published On - 11:34 pm, Tue, 15 February 22

Next Video