અમદાવાદ માધુપુરા સટ્ટાકાંડનો 35મો આરોપી લુકાઉટ નોટિસના આધારે SMC ના સકંજામાં, જુઓ Video

|

Jul 13, 2024 | 7:45 PM

અમદાવાદ માધુપુરા સટ્ટાકાંડ કેસમાં પાર્થ દોશી દુબઇથી પંજાબના અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થતાંજ ઇમિગ્રેશન વિભાગે SMC ને જાણ કરી જેના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. ઓનલાઈન ક્રિકેટ સટ્ટા માટેની સુપર આઇડી આપનાર મુખ્ય સૂત્રધાર પાર્થ દોશી હોવાનું સામે આવ્યું છે. આ કેસનો આ 35 મો આરોપી છે.

અમદાવાદ માધુપુરા સટ્ટાકાંડમાં અગાઉ ઝડપાયેલ આરોપી ધવલકુમાર સોમાભાઈ પટેલની પુછપરછમાં તેને ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટીંગના સુપર માસ્ટર આઈ.ડી. (1) IGNITE777.COM (2) AVIEXCH.COM તથા (3) RADHE પાર્થ કમલેશભાઈ દોશી એ આપેલ હોવાનું અને ઉપરોક્ત ત્રણેય માસ્ટર આઈ.ડી. ધવલ પટેલએ 15 % ભાગથી જીગ્નેશ નરેશભાઈ પટેલને આપેલ હોવાનું કબૂલાત કરી હતી.

ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટીંગના સુપર માસ્ટર આઈ.ડી. આપનાર મુખ્ય આરોપી પાર્થ કમલેશભાઈ દોશી છેલ્લા ઘણા વર્ષોથી દુબઈ ખાતે રહી ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટીંગની સુપર માસ્ટરબઆઈ.ડી. બનાવી વિવિધ વ્યક્તિઓને પુરી પાડતો હોય, જે છેલ્લા એક વર્ષ ઉપરાંતથી આ ગુનામાં વોન્ટેડ હતો જેથી તેના વિરૂધ્ધ તા.01.02.2024 ના રોજ લુક આઉટ સર્ક્યુલર ઈસ્યુ કરવામાં આવેલ .

આરોપી પાર્થ કમલેશભાઈ દોશી તેના પાસપોર્ટ નં- T 9798076 આધારે દુબઈ થી અમૃતસર, પંજાબ ખાતે આવતાં તેની વિરૂધ્ધ ઈસ્યુ થયેલ ઉપરોક્ત લુક આઉટ સર્ક્યુલર આધારે એરપોર્ટ ઓથોરીટી, અમૃતસર, પંજાબ દ્રારા તેને ડીટેઈન કરી, ગુજરાત પોલીસ ની SMC ને જાણ કરતા પાર્થ કમલેશભાઈ દોશી, ઉ.વ.૩૪, (મુળ રહે.૦૯, સંગમ સોસાયટી, સરદાર સોસાયટી પાસે, સુરેન્દ્રનગર, ગુજરાત, હાલ રહે.વિલા નં-10, અલઝાફલીયા, દુબઈનો) કબ્જો મેળવી ધરપકડ કરી છે.

પાર્થ કમલેશભાઈ દોશી પાસેથી તેનો પાસપોર્ટ તથા એરઈન્ડીયા એક્સપ્રેસનો દુબઈ થી અમૃતસર, પંજાબનો બોર્ડીંગ પાસ તેમજ રોકડા રૂપિયા 4,310/- નોમુદ્દામાલ કબ્જે કરી આગળ ની કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સમગ્ર સટ્ટાકાંડ પ્રકરણમાં હાલ સુધીમાં કુલ-35 આરોપીઓ પકડવામાં આવ્યા છે.

Next Video