Video : અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા દરમ્યાન કયો રુટ રહેશે બંધ ? જાણો સમય સહિત અન્ય વિગતો

Video : અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા દરમ્યાન કયો રુટ રહેશે બંધ ? જાણો સમય સહિત અન્ય વિગતો

| Edited By: | Updated on: Jul 05, 2024 | 6:49 PM

અમદાવાદ ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને ટ્રાફિક પોલીસની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કાલુપુર રેલવે સ્ટેશન જવા માટે મુસાફરો માટે પોલીસની બે વાનનો ઉપયોગ કરી શકાશે. એક સારંગપુર અને એક દરિયાપુર થી મુસાફરોને બેસાડી રેલવે સ્ટેશન પહોંચાડશે. ટ્રેનની ટીકીટ બતાવી ફ્રી પોલીસ વાનનો ઉપયોગ કરી શકાશે.

અમદાવાદમાં રવિવારે ભગવાન જગન્નાથની 147મી રથ યાત્રાની તમામ કામગીરીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ત્યારે રથયાત્રા રૂટમાં સવારે 5 થી 11 વાગ્યે અને સાંજે 6 થી 8 વાગ્યા સુધી આસ્ટોડિયા સર્કલ થી રાયખડ સુધીનો રોડ બંધ રહેશે. ટ્રાફિક વિભાગ દ્વારા મુખ્ય 6 માર્ગ બંધ કરીને ડાયવર્ઝન રૂટ નકકી કરવામાં આવ્યા છે.

રથયાત્રાના રુટ પરથી પસાર થનારા તમામ વાહનોની અવરજવર બંઘ રહેશે પણ વૈકલ્પિક રૂટ દ્વારા વાહનોની અવર જવર થઇ શકશે.

કાલુપુર રેલવે સ્ટેશન સુધી મુસાફરી કરનાર ટ્રાફિક પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે વધુ મેટ્રો રેલનો ઉપયોગ કરવામાં આવે.  રથયાત્રા રૂટ પર નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. રથયાત્રા જોવા આવતા લોકોને વાહન પાર્ક કરવા માટે પાર્કિંગ પ્લોટનો ઉપયોગ કરવા માટે એક લિંક પર થી જાણી શકશે.

 

Published on: Jul 05, 2024 06:35 PM