Ind vs Pak World Cup: ભારત-પાકિસ્તાનની મેચમાં રમાશે 40 હજાર કરોડ રુપિયાનો સટ્ટો! સટ્ટોડિયાઓની પહેલી પસંદ છે ભારત, જાણો શું ચાલે છે ભાવ, Video
આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાનની મેચ (India-Pakistan match) રમાવાની છે. ત્યારે આ મેચ પર સૌથી મોટો સટ્ટો રમાય તેવી સંભાવના છે. સટ્ટોડિયાઓની પહેલી પસંદ ભારત છે. દુનિયાભરમાં 40 હજાર કરોડના સટ્ટાનો સટ્ટોડિયાઓનો દાવો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બુકીઓ દુબઈ અને શ્રીલંકાથી નેટવર્ક ઓપરેટ કરી રહ્યા છે.
Ahmedabad : આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાનની મેચ (India-Pakistan match) રમાવાની છે. ત્યારે આ મેચ પર સૌથી મોટો સટ્ટો રમાય તેવી સંભાવના છે. સટ્ટોડિયાઓની પહેલી પસંદ ભારત છે. દુનિયાભરમાં 40 હજાર કરોડના સટ્ટાનો સટ્ટોડિયાઓનો દાવો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બુકીઓ દુબઈ અને શ્રીલંકાથી નેટવર્ક ઓપરેટ કરી રહ્યા છે.
મેચની સાથે સટ્ટોડિયાઓ માટે ખરાખરીનો જંગ આજે જામવાનો છે. ભારત-પાકિસ્તાનની મેચ માટે સૌથી મોટો સટ્ટો આજે રમાશે. હજારો કરોડ રૂપિયાનો સટ્ટો રમાવાની શક્યતા છે. એટલુ જ નહીં ફક્ત ગુજરાતમાંથી જ 500 કરોડનો સટ્ટો રમાવાની શક્યતા છે. દુનિયાભરમાં 40 હજાર કરોડના સટ્ટાનો સટ્ટોડિયાઓનો દાવો છે. સટ્ટોડિયા માટે ભારત હોટ ફેવરિટ છે.
ભારતનો ભાવ 60 પૈસા અને પાકિસ્તાનનો ભાવ 1.40 રૂપિયા ચાલી રહ્યો છે. જો કે ટોસ કોણ જીતશે તેના પર સટ્ટાનો મદાર છે. આજે 150થી વધુ બુકીઓ સ્ટેડિયમમાં હાજર રહેશે. સ્ટેડિયમ અને જીવંત પ્રસારણ વચ્ચેની 7 સેકન્ડ કમાણીનું શસ્ત્ર આજે જોવા મળશે. ટેક્નોલોજીના માધ્યમથી અને એપ્લિકેશનના ઉપયોગથી સટ્ટો રમાડાતો હોય છે.
કયા-કયા પાસા પર રમાય સટ્ટો?
- પાવર પ્લે
- સેશન
- પ્લેયરનો સ્કોર
- ટોટલ ફોર
- ટોટલ સિક્સ