Vadodara: ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્રની કારે દંપત્તીને અડફેટે લીધુ, સારવાર દરમિયાન પતિનું મોત, પત્ની સારવાર હેઠળ, જુઓ Video
Vadodara : વડોદરામાં માંજલપુર પોલીસ મથકની હદમાં અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્રની કાર દ્વારા જ થયો હોવાનું સામે આવ્યુ છે. વડોદરામાં માંજલપુર વિસ્તારમાં એક દંપત્તી સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યુ હતુ. ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્ર કેયુર પટેલે નશાની હાલતમાં તેમને અડફેટે લીધા હોવાનું સામે આવી રહ્યુ છે.
Vadodara : વડોદરામાં માંજલપુર પોલીસ મથકની હદમાં અકસ્માત સર્જાયો છે.આ અકસ્માત ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્રની કાર દ્વારા જ થયો હોવાનું સામે આવ્યુ છે. ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્ર કેયુર પટેલે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવી રહ્યુ છે.
વડોદરામાં માંજલપુર વિસ્તારમાં એક દંપત્તી સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યુ હતુ. તે સમયે ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્રની કારે આ દંપત્તીને અડફેટે લીધુ હતુ. જે પછી આ દંપત્તીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પતિનું મોત થયુ છે. જ્યારે પત્ની સારવાર હેઠળ છે. મૃતક રાજેશ પટેલ બિલ ગામથી પોતાના ઘરે ચાલતા જતા હોવાની માહિતી છે.
પૂર્વ પ્રમુખના પુત્ર કેયુર પટેલે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યુ છે. ત્યારે માંજલપુર પોલીસે કેયુર પટેલની અટકાયત કરી છે. કેયુર કારમાં એક મહિલા સહિત બે લોકો સાથે દારૂની મહેફિલ માણતો હોવાની માહિતી છે. દારૂ પીને જોખમી રીતે તે કાર ચલાવતા હોવાનો આરોપ છે. ત્યારે પોલીસે કેયુરના મિત્ર સામે પણ ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
વાવ-થરાદ: કેનાલમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતોએ આપ્યુ આવેદનપત્ર
