અમદાવાદમાં ફરી એક બ્રિજ બન્યો જોખમી! સુભાષબ્રિજ બાદ ઈન્કમટેક્સ બ્રિજના જોઇન્ટ તૂટતાં ચિંતા વધી, જુઓ Video
Income Tax Bridge: અમદાવાદ શહેરમાં બ્રિજોની સુરક્ષા અંગે ફરી એકવાર ગંભીર ચિંતા ઉભી થઈ છે. સુભાષબ્રિજની ક્ષતિગ્રસ્ત સ્થિતિ બાદ હવે ઈન્કમટેક્સ બ્રિજ પર પણ ખામી સામે આવી છે. શહેરના મહત્વના માર્ગ પર આવેલા ઈન્કમટેક્સ બ્રિજને જોડતા જોઇન્ટ તૂટતા સ્થાનિકો અને વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ બે મુખ્ય રોડને જોડતો બ્રિજનો જોઇન્ટ ક્ષતિગ્રસ્ત થયો છે. જોઇન્ટની નીચેનો ભાગ તૂટી જતાં તેની સાથે જોડાયેલા સ્ક્રુ પણ બહાર નીકળી ગયા છે. આશ્ચર્યની વાત એ છે કે આ બ્રિજ માત્ર છ વર્ષ પહેલા જ બનાવવામાં આવ્યો હતો, છતાં તેની હાલત ખરાબ થતી નજરે પડી રહી છે.
અકસ્માતની શક્યતા
બ્રિજના જોઇન્ટ તૂટવાથી વાહન વ્યવહાર માટે જોખમ ઉભું થયું છે. ખાસ કરીને ભારે વાહનો પસાર થાય ત્યારે અકસ્માતની શક્યતા વધે છે. સ્થાનિક લોકોએ તંત્ર સામે પ્રશ્નો ઉઠાવ્યા છે કે નવા બનેલા બ્રિજમાં આવી ખામીઓ કેવી રીતે આવી શકે?
બ્રિજ પર બેરીકેડ લગાવવામાં આવ્યા
આ મામલે અહેવાલ પ્રસિદ્ધ થતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હરકતમાં આવી ગઈ છે. તાત્કાલિક પગલાંરૂપે બ્રિજ પર બેરીકેડ લગાવવામાં આવ્યા છે અને જ્યાં જ્યાં બ્રિજ ક્ષતિગ્રસ્ત દેખાય છે ત્યાં અવરોધો મૂકવામાં આવ્યા છે, જેથી વાહનચાલકોને ચેતવણી મળી શકે.
કોર્પોરેશન દ્વારા આગામી સમયમાં સમારકામ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી છે. જોકે સતત સામે આવી રહેલા બ્રિજના કેસોને લઈને શહેરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ગુણવત્તા અંગે ફરી એકવાર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.