ક્રિકેટ ચાહકો ફાઈનલ મેચ જોવા માટે સ્ટેડિયમની મસમોટી ટિકિટ લઈ દુર દુર થી મેચ જોવા આવતા હોય છે. મેચની ટિકિટ થી લઈ, ફ્લાઈટની ટિકિટ તેમજ જે-તે શહેરોમાં પણ મસમોટો ચાર્જ ચુકવવો પડે છે.અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે રમાનારી ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચને લઈને શહેરની કેટલીક જાણીતી હોટેલોએ તેમના ભાડામાં તોતિંગ વધારો કર્યો છે. જે પહેલા નોર્મલ હતો. આટલું જ નહી કેટલીક હોટલોના બુકિંગ આજથી ફુલ થઈ ગયા છે.
T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ બાદ ફાઈનલનો મહા મુકાબલો 8 માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.ટી20 વર્લ્ડકપની ફાઈનલ અમદાવાદમાં છે તેને લઈ ચાહકોમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત – ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે.8 માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલનો જંગ જામશે. ફાઈનલ પહેલા અમદાવાદમાં હોટલોના ભાવ પણ ઉચકાયા છે. 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર સુધી પહોંચ્યું છે. 10 હજારમાં મળતા રુમનું ભાડું 40 હજારથી લઇને 75 હજાર સુધી પહોંચ્યુ છે. હયાત રેજન્સી અને હોટલ સહિત અનેક હોટલોના ભાડામાં વધારો થયો છે.મેરિયોટ, ITC અને ફોર્ચ્યુન હોટલના ભાડામાં પણ વધારો ઝીંકાયો છે.
ટી-20 વર્લ્ડકપ ફાઈનલ પૂર્વે અમદાવાદની હોટલોના ભાવ આસમાને પહોંચ્યા છે.મેચને પગલે અનેક ક્રિકેટ ચાહકો અમદાવાદ આવે તેવી શક્યતાઓ વચ્ચે રૂમના દરમાં હજુ પણ વધારો થઈ શકે છે.અગાઉ વન ડે વર્લ્ડકપ 2023માં ફાઈનલ મેચ વખતે હોટલના ભાવ આસમાને પહોંચ્યા હતા. ત્યારે આ વર્ષે પણ ભારત અને ન્યુઝિલેન્ડની ફાઈનલ મેચને લઈને રૂમના ભાડામાં ચારથી પાંચ ગણો વધારો ઝીંકાયો છે.ક્રિકેટ વર્લ્ડ કપના મહામુકાબલાને લઈને અમદાવાદ આવતી ફ્લાઈટના ઍરફેરમાં પણ વધારો થયો છે.