Ahmedabad : વિશ્વકર્મા કોલેજના ગુરુ-શિષ્યએ મચ્છરોને શોધી લેતી ડિવાઇસ તૈયાર કરી, જાણો ડિવાઇસની ખાસિયતો
અમદાવાદના ચાંદખેડામાં આવેલી વિશ્વકર્મા એન્જિનિયરીંગ કોલેજમાં ભણતા હર્ષ શ્રોફ અને તેમના ગુરુ ડૉ.કિરણ ત્રિવેદીએ આ ડિવાઈસ બનાવી. જે તમારી આસપાસ રહેતા ઘાતક મચ્છરોને ઓળખી લેશે. અને તેની સ્ક્રીન પર મચ્છરનું નામ દેખાડશે.
Ahmedabad : જરા વિચારો કે તમારી આસપાસ ડેન્ગ્યૂ કે મલેરિયાના મચ્છરની હાજરી હોય. અને એ મચ્છર (Mosquitoes)વિશે કોઈ ઈલેક્ટ્રિક ડિવાઈસ (Electric device)બતાવી દે તો ? સાંભળીને નવાઈ લાગશે. પરંતુ વિશ્વકર્મા કોલેજના (Vishwakarma College) એક વિદ્યાર્થી અને પ્રોફેસરે આ શક્ય કરી બતાવ્યું છે. આ ગુરુ-શિષ્યની જોડીએ એવી ડિવાઈસ બનાવી છે. જે તુરંત જ ઘાતક મચ્છરોને શોધી લેશે. અને તમને કરશે એલર્ટ.
ડેન્ગ્યૂ મચ્છરના કરડવાથી ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. ત્યારે આવા જીવલેણ મચ્છરોને ઓળખી લે તેવી ડિવાઈસ બનાવવામાં આવી છે. અમદાવાદના ચાંદખેડામાં આવેલી વિશ્વકર્મા એન્જિનિયરીંગ કોલેજમાં ભણતા હર્ષ શ્રોફ અને તેમના ગુરુ ડૉ.કિરણ ત્રિવેદીએ આ ડિવાઈસ બનાવી. જે તમારી આસપાસ રહેતા ઘાતક મચ્છરોને ઓળખી લેશે. અને તેની સ્ક્રીન પર મચ્છરનું નામ દેખાડશે.
આ ડિવાઈસ બનાવવા માટે સૌથી પહેલા તો અલગ અલગ પ્રકારના મચ્છરોના અવાજનું રેકોર્ડિંગ એકત્ર કરાયું. આ ડેટા તૈયાર કર્યા બાદ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી એક એવું ડિવાઈસ તૈયાર કર્યું છે જે મચ્છરનો અવાજ સાંભળીને જ સ્ક્રીન પર નામ બતાવશે.
આપને જણાવી દઈએ કે અલગ અલગ વિસ્તારમાં કેટલા પ્રમાણમાં ઘાતક મચ્છરો છે તે આ ડિવાઈસથી જાણી શકાશે. તેમજ કોર્પોરેશન પણ આવા ડેટા મેળવીને યોગ્ય જગ્યાએ કામગીરી હાથ ધરી શકે છે.
આ સંશોધન માટે તાજેતરમાં યુ.એ.ઈ ખાતે એક હેકાથોન યોજાઇ હતી. જેમાં ક્લાઈમેટ ચેન્જ વિષય અંતર્ગત અમદાવાદના વિદ્યાર્થી અને તેના ગુરુને પ્રથમ ક્રમાંકે વિજય જાહેર કરવામાં આવ્યા છે. અને આ ડિવાઈસનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો આગામી દિવસોમાં મલેરિયામુક્ત ગુજરાતના અભિયાનમાં પણ મદદ મળી શકે છે.
આ પણ વાંચો : KUTCH : ગણતંત્ર દિવસ પર દિનદયાળ પોર્ટે(કંડલા) કોવિડ-19માં મૃત્યુ પામેલા પરિવારને 12.5 કરોડની સહાય કરી
આ પણ વાંચો : પાટડીના શહીદના પરિવારને PMO તરફથી સન્માન પત્ર એનાયત, સાથણીની જમીન હજુ સુધી ન મળી હોવાનો શહીદની પત્નીને વસવસો