પાટડીના શહીદના પરિવારને PMO તરફથી સન્માન પત્ર એનાયત, સાથણીની જમીન હજુ સુધી ન મળી હોવાનો શહીદની પત્નીને વસવસો

શહીદના પત્નીએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે તેમણે સાથણીની જમીન હજુ સુધી ના મળી હોવાનો વસવસો પણ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે તેમના પતિ શહીદ થયા ત્યારે નેતાઓએ મોટા મોટા વાયદાઓ કર્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 11:09 PM

સુરેન્દ્રનગરના(Surendranagar) પાટડી (Patdi)તાલુકાના પ્રથમ શહીદ (Martyr)વીર જવાને સન્માન (Letter of Honor)આપવામાં આવ્યું હતું. વડગામના મહેશ પરમાર વર્ષ 2009માં કાશ્મીરમાં શહીદ થયા હતા. આજે પ્રજાસત્તાક દિન નિમિતે પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) તરફથી શહીદના પરિવારજનોને સન્માન પત્ર એનાયત કરાયું છે. જેના અનુસંધાને શહીદના પત્નીએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે તેમણે સાથણીની જમીન હજુ સુધી ના મળી હોવાનો વસવસો પણ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે તેમના પતિ શહીદ થયા ત્યારે નેતાઓએ મોટા મોટા વાયદાઓ કર્યા હતા. પેટ્રોલ પંપ અને જમીન આપવાના વાયદા કર્યા હતા. પરંતુ આજે 11 વર્ષ પછી પણ જમીન મળી નથી.

સુરેન્દ્રનગરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરાઇ

નોંધનીય છેકે સુરેન્દ્રનગર જવાહર ગ્રાઉન્ડ ખાતે 73માં પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માલમએ રાષ્ટ્રધ્વજને ફરકાવી સલામી ઝીલી હતી. પરેડનું નિરીક્ષણ કરી ઝાલાવાડવાસીઓને પ્રજાસતાક પર્વની શુભેરછાઓ પાઠવી હતી. કોરોનાની ગાઈડલાઈનને ધ્યાને લઇ ટેબ્લો પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા હતા. ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા , જીલ્લા કલેકટર એ.કે.ઔરંગાબાદકર,‌ડીએસપી મહેન્દ્ર બગડીયા સહીતના નેતાઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : વલસાડમાં વર-કન્યા અને જાનૈયા સામે પોલીસ કાર્યવાહી મુદ્દે ગૃહમંત્રીનું નિવેદન, ઘટનાની તપાસ ઉચ્ચ અધિકારીઓને સોંપાઇ

આ પણ વાંચો : Gandhinagar: અમેરિકા બોર્ડર પર ચાર ગુજરાતીના મોત અંગે CID ક્રાઈમની તપાસ, ડિંગુચાના પટેલ પરિવારનું નિવેદન લેવાયું

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">