Breaking News: અમદાવાદમાં ગણેશ પંડાલો માટેના જાણી લો નિયમો, પંડાલ નાનો હોય કે મોટો સેફ્ટીમાં નહીં ચાલે કોઈ બાંધછોડ

Breaking News: અમદાવાદમાં ગણેશ પંડાલો માટેના જાણી લો નિયમો, પંડાલ નાનો હોય કે મોટો સેફ્ટીમાં નહીં ચાલે કોઈ બાંધછોડ

| Edited By: | Updated on: Sep 13, 2026 | 8:28 PM

અમદાવાદમાં ગણેશ પંડાલો માટે ફાયર વિભાગે કડક નિયમો બનાવ્યા છે. જેમા પંડાલમાં ફટાકડા રાખી શકાશે નહીં. બે ઈમરજન્સી એક્ઝિટ, શાળા-હોસ્પિટલથી અંતર અને ફાયર સેફ્ટી જાણતા બે વ્યક્તિને પંડાલના સ્થળ પર રાખવા ફરજિયાત રહેશે.

અમદવાદમાં ગણેશ પંડાલો માટે ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગે કડક નિયમો જાહેર કર્યા છે. નિયમ મુજબ ગણપતિ પંડાલમાં ફાયર સેફ્ટી ફરજિયાત રહેશે. 500 ચો.મી.થી નાના પંડાલ માટે NOCની જરૂર નહીં પડે. પંડાલમાં ફટાકડા રાખી શકાશે નહીં. બે ઈમરજન્સી એક્ઝિટ, શાળા-હોસ્પિટલથી અંતર અને ફાયર સેફ્ટી જાણતા બે વ્યક્તિ પંડાલના સ્થળ પર રાખવા ફરજિયાત રહેશે. પંડાલમાં સ્ટોલ કે રસોઈ નહીં કરી શકાય. સાથે જ ઈલેક્ટ્રિક વાયરની ચકાસણી કરાવવી પડશે અને આયોજકોએ સ્ટેમ્પ પેપર પર સોગંદનામું આપવું પડશે.

જો ગણેશ પંડાલ 25 ચોરસ મીટરનો હોય તો તેમાં 2 ફાયર એક્સટિગ્વિશર, પાણીનું એક બેરલ અથવા ડોલ અને 2 ફાયર એન્ડ બકેટ રાખવા આદેશ કરાયો છે. 25થી 50 ચો.મીના પંડાલ માટે 4 ફાયર એક્સ્ટિંગ્યુશર, પાણીની 1 ડોલ અને 2 ફાયર બકેટ રાખવા પડશે. 50થી 100 ચો.મીના પંડાલમાં 8 ફાયર એક્સ્ટિગ્યુશર, 2 ડોલ અને 4 ફાયર એન્ડ બકેટ, 100થી 200 સેમીના પંડાલમાં 16 ફાયર એક્સ્ટિંગ્વિશર, 4 ડોલ અને 8 ફાયર એન્ડ બકેટ, 200થી 300 ચો.મીમાં 24 ફાયર એક્સ્ટિંગ્વિશર, 6 પાણીના બેરલ અને 12 ફાયર એન્ડ બકેટ રાખવા પડશે.

300થી 400 ચોમીના પંડાલમાં 32 ફાયર એક્સ્ટિંગ્વિશર, 8 ડોલ, અને 16 ફાયર એન્ડ બકેટ, જ્યારે 500 ચોમી. થી અંદરના પંડાલ માટે 40 એક્સ્ટિંગ્વિશર, 10 ડોલ અને 20 ફાયર એન્ડ બકેટ રાખવા ફરજિયાત કરાયા છે. જ્યારે પંડાલમાં વ્યક્તિ દીઠ 1 ચો.મી. જગ્યા મુજબ જ પ્રવેશ આપી શકાશે.

સિંગાપોરના પ્રધાનમંત્રીના પગારમાં કરાયો 64 %નો વધારો, જે વિશ્વના મોટા દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને મળતા વેતન કરતા સૌથી વધુ- મોદી, ટ્રમ્પ, પૂતિન જિંનપિંગ પણ પાછળ

Published on: Sep 13, 2026 08:19 PM
Follow Us
Loading...
Unable to load recommendations.