Gujarati Video: અમદાવાદમાં બાપુનગરમાં લાગેલી આગ પર 4 કલાકની જહેમત બાદ કરાયો કાબુ, અનેક ફાયરકર્મી થયા ઈજાગ્રસ્ત

Ahmedabad: બાપુનગરમાં વિકાસ એસ્ટેટમાં લાગેલી આગ પર કાબુ કરવામાં આવ્યો છે. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન ફાયર બ્રિગેડના એક ચીફ ફાયર ઓફિસર સહિત કેટલાક ફાયર ફાઈટર્સ પણ ઈજાગ્રસ્ત થયા છે. બપોરે ત્રણ વાગ્યા આસપાસ લાગેલી ભીષણ આગ પર 4 કલાકની ભારે જહેમત બાદ કાબુ કરવામાં આવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2023 | 11:52 PM

અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં આવેલા વિકાસ એસ્ટેટમાં ફટાકડા ફેક્ટરીમાં આગ લાગેલી આગ પર આખરે 4 કલાકની ભારે જહેમત બાદ કાબુ કરી શકાયો છે. આ આગ એટલી વિકરાળ હતી કે કલાકો સુધી તેના પર કાબુ કરી શકાયો ન હતો અને આસપાસમાં આવેલા રહેણાંક વિસ્તારને પણ ખાલી કરવાની ફરજ પડી હતી. આ આગે તંત્ર સામે પણ અનેક સવાલ ખડા કર્યા છે.

વિકાસ એસ્ટેટમાં 40 પૈકી 13 ગોડાઉન પાસે જ હતા અધિકૃત લાયસન્સ

વિકાસમાં 180 ગોડાઉન આવેલા છે જે પૈકી 40 ગોડાઉન તો માત્ર ફટાકડાના જ છે. જેમાં 40 પૈકી માત્ર 13 ગોડાઉન પાસે જ અધિકૃત લાયસન્સ હતા. બાકીના ગોડાઉન વગર લાયસન્સે ગેરકાયદે રીતે ધમધમી રહ્યા હતા. વિકાસ એસ્ટેટના સભ્ય દીપક પટેલે મનપા તંત્ર અને પોલીસ સામે ગંભીર આક્ષેપ કર્યા છે.

આગની શક્યતાને લઈને વારંવાર એસ્ટેટને રજૂઆત કરી હતી. મોટાભાગની ફટાકડાની ફેક્ટરીઓ આવેલી હોવાથી આગ લાગવાની ભીતિ વ્યક્ત કરાઈ હતી. આ અંગે મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, સ્થાનિક પોલીસ સહિતનાને લેખિતમાં અરજી કરાઈ હતી. છતા તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી ન હતી.

આ પણ વાંચો: Gujarati Video: બાપુનગરમાં કલાકોની જહેમત બાદ પણ આગ પર નથી કરાયો કાબુ, લેવાઈ રોબોટની મદદ

આગમાં અન્ય ફેક્ટરીધારકોને પણ કરોડોનું નુકસાન

વિકાસ એસ્ટેટમાં લાગેલી આજની આગમાં અન્ય ફેક્ટરીવાળાને લાખોનું નુકસાન પહોંચ્યુ છે. તેમના શેડ બળી ગયા છે. તેમની મશીનરીને પણ ભીષણ આગને કારણે મોટુ નુકસાન પહોંચ્યુ છે. આગમાં ગેરકાયદે ધમધમતી ફટાકડાની ફેક્ટરી અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યુ કે અહીં ગેરકાયદે ફેક્ટરી અંગે આજની આગ બાદ જ જાણકારી મળી છે આથી આવા ગેરકાયદે ફેક્ટરી ચલાવનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
ઈસ્કોન પ્લેટિનમમાં કેવી રીતે લાગી આગ, જાણો આગનો આંખે દેખ્યો અહેવાલ
ઈસ્કોન પ્લેટિનમમાં કેવી રીતે લાગી આગ, જાણો આગનો આંખે દેખ્યો અહેવાલ
કાલોલના મેદાપુરમાં ખનીજ ચોરોની દાદાગીરીનો Video થયો વાયરલ
કાલોલના મેદાપુરમાં ખનીજ ચોરોની દાદાગીરીનો Video થયો વાયરલ
વિશ્વામિત્રી નદી બની દૂષિત, ડ્રેનેજના પાણી નદીમાં ઠાલવતા હોવાનો આક્ષેપ
વિશ્વામિત્રી નદી બની દૂષિત, ડ્રેનેજના પાણી નદીમાં ઠાલવતા હોવાનો આક્ષેપ
ભેંસોએ સિંહણને ઊભી પુછડીએ ભગાડી, જુઓ અમરેલીના રાજુલાનો આ Video
ભેંસોએ સિંહણને ઊભી પુછડીએ ભગાડી, જુઓ અમરેલીના રાજુલાનો આ Video
સુરતમાં હની ટ્રેપમાં લોકોને ફસાવી રૂપિયા પડાવતો નકલી PSI ઝડપાયો
સુરતમાં હની ટ્રેપમાં લોકોને ફસાવી રૂપિયા પડાવતો નકલી PSI ઝડપાયો
ઝૂલતા પૂલ દુર્ઘટના કાંડના આરોપી જયસુખ પટેલની કરાઈ મોદક તુલા- Video
ઝૂલતા પૂલ દુર્ઘટના કાંડના આરોપી જયસુખ પટેલની કરાઈ મોદક તુલા- Video
પારડીના મોતીવાડમાં દુષ્કર્મ બાદ યુવતીની હત્યાનો ખુલાસો
પારડીના મોતીવાડમાં દુષ્કર્મ બાદ યુવતીની હત્યાનો ખુલાસો
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ મુંબઈમાં કરશે ચૂંટણી પ્રચાર
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ મુંબઈમાં કરશે ચૂંટણી પ્રચાર
ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગમાં લાગેલી આગમાં એક વ્યક્તિનું મોત
ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગમાં લાગેલી આગમાં એક વ્યક્તિનું મોત
આ 5 રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સુધારાના સંકેત
આ 5 રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સુધારાના સંકેત
g clip-path="url(#clip0_868_265)">