Gujarati Video: અમદાવાદમાં વિકાસ એસ્ટેટમાં લાગેલી બેદરકારીની આગે ખોલી તંત્રની પોલ, અનેક ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીઓ ધમધમતી હોવાના સ્થાનિકોના આરોપ
Ahmedabad: વિકાસ એસ્ટેટમાં લાગેલી આગમાં સ્થાનિકોના જણાવ્યા મુજબ અહીં અનેક ગેરકાયદે ફેક્ટરીઓ ધમધમતી હતી. જો કે કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ગેરકાયદે ફેક્ટરીઓ વિશે જાણકારી ન હોવાનો લુલો બચાવ કરતા જોવા મળ્યા હતા
અમદાવાદમાં વિકાસ એસ્ટેટમાં 2 કલાકથી વધુ સમયથી આગ લાગેલી છે અને આગ સતત ફેલાઈ રહી છે. વિકાસ એસ્ટેટમાં 20થી 25 દારૂખાનાના ગોડાઉન આવેલા હોવાથી આગ વધુને વધુ પ્રસરી રહી છે. અહીં 10 ફુટના અંતરે જ રેસિડેન્શ્યલ વિસ્તાર આવેલો છે. જેને લઈને લોકોના જાનમાલના નુકસાનની પણ ભીતિ રહેલી છે. વિકાસ એસ્ટેટમાં અનેક ગેરકાયદે ફેક્ટરીઓ ધમધમતી હોવાના આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. આ ગેરકાયદે ફેક્ટરીઓ વિશે શું તંત્રને જાણ હતી કે તે અંગે સ્ટેન્ડિંગ કમિટી(Standing Committee)ના ચેરમેનને પૂછવામાં આવ્યુ તો તેઓ તેમને કંઈ જાણ ન હોવાનો લુલો બચાવ કરતા જોવા મળ્યા હતા. તેમના જણાવ્યા મુજબ અહીં ગેરકાયદે ફેક્ટરી વિશે તેમને કોઈ જાણકારી ન હતી.
શું કહ્યુ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે ?
ફટકડાની ફેક્ટરીઓ ધમધમી રહી હતી. જેના પર હિતેશ બારોટ જણાવે છે કે જે રીતે ફટાકડાના લાયસન્સની પરવાનગી લેવાની હોય છે તે લીધેલી હતી કે કેમ તે અત્યારે પ્રાથમિક તબક્કે કોઈ ખ્યાલ આવે નહીં. જ્યારે ફેક્ટરીના માલિકોને મળીશુ. તેની તપાસ બેસાડવામાં આવશે. તપાસ ટીમ રિપોર્ટ સોંપશે ત્યારબાદ DySP કક્ષાએ તેની તપાસ કરવામાં આવશે.
વિકાસ એસ્ટેટમાં લાગેલી આગ એટલી વિકરાળ છે કે અહીં રહેલા સમગ્ર રહેણાંક વિસ્તારને ખાલી કરી દેવાયો છે, સ્થાનિકો પણ પોતાનો જીવ બચાવવા ત્યાંથી સલામત સ્થળે નીકળી ગયા છે અને ઘરમાં રહેલા ગેસ સિલિન્ડર પણ હટાવી દેવામાં આવ્યા છે.
બેદરકારીની આગે ખોલી તંત્રની પોલી ! તંત્ર સામે ઉઠ્યા અનેક સવાલ
- વિકાસ એસ્ટેટમાં ગેરકાયદે ફેક્ટરીઓ અંગે શું તંત્રને કોઈ જાણકારી ન હતી?
- શું તંત્રની રહેમનજર હેઠળ અહીં ગેરકાયદે ફેક્ટરીઓ ધમધમી રહી હતી ?
- શું અહીં આવેલી ફટાકડાની ફેક્ટરીએ લાયસન્સ મેળવેલુ હતુ ?
- અહીં આવેલી ફેક્ટરી અંગે શું તંત્રને કોઈ જાણકારી જ ન હતી?
- આટલા મોટા પાયે દારૂનો જથ્થો અહીં રાખવામાં આવ્યો હતો તો તેના માટે મંજૂરી મેળવાઈ હતી કે નહી?
- રેસિડેન્શિયલ વિસ્તારમાં મોટા પાયે ફટાકડાની ફેક્ટરીઓ ધમધમતી હોવા છતા આજ સુધી શું કોર્પોરેશનને તેની કોઈ જાણકારી જ ન હતી ?
- સ્થાનિકોના મકાનોને આગમાં થયેલા નુકસાન માટે જવાબદાર કોણ?
- રહેણાંક વિસ્તારમાં આ પ્રકારની જોખમી ફેક્ટરીનો પરવાનો કોણે આપ્યો ?
આ પણ વાંચો: Gujarat News Live:બાપુનગરમાં વિકાસ એસ્ટેટમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, મેજર કોલ કરાયો જાહેર
ઈનપુટ ક્રેડિટ- નરેન્દ્ર રાઠોડ- અમદાવાદ
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…