Gujarati Video: બાપુનગરમાં કલાકોની જહેમત બાદ પણ આગ પર નથી કરાયો કાબુ, લેવાઈ રોબોટની મદદ
Ahmedabad: બાપુનગરમાં આવેલા વિકાસ એસ્ટેટમાં ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગ પર કલાકોની જહેમત બાદ પણ કાબુ નથી કરી શકાયો. આગ બુઝાવવ માટે ફાયર બ્રિેગડની ટીમ દ્વારા બે ખાસ પ્રકારના રોબોટની પમ મદદ લેવામાં આવી રહી છે.
અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં આવેલા વિકાસ એસ્ટેટમાં લાગેલી ભીષણ આગ પર કલાકોની જહેમત બાદ પર પણ કાબુ નથી કરી શકાયો. ફટાકડાની ફેક્ટરીઓ હોવાથી આગ સતત પ્રસરી રહી છે ત્યારે આ આગને બુઝાવવા માટે ફાયર બ્રિગેડની ટીમ દ્નારા ખાસ ફાયર ફાઈટીંગ રોબોટ (Robot)ની મદદ લેવાઈ છે. આ રીતે જ્યારે વિકરાળ આગ લાગી હોય ત્યારે ફાયર ફાઈટર્સના જીવનું પણ જોખમ રહેલુ હોય છે. આવી જગ્યાએ જ્યાં ફાયર ફાઈટર્સ ન જઈ શકે તેવી જગ્યાએ આ રોબોટ ઈનસાઈડ અને ઈન્ટરનલ ફાયર ફાઈટિંગ કરી શકે છે. જેથી કરીને જવાળાઓ અને ધુમાડાથી ફાયર ફાઈટર્સને કોઈ નુકસાન ન થાય. આ રોબોટ સિટોફાયર એટલે કે મૂળ આગનું જે કેન્દ્રબિંદુ હોય છે ત્યાં જઈને જેટ અને સ્પ્રેથી ફાયર ફાઈટિંગ કરે છે અને ઝડપથી આગ પર કાબુ કરી શકાય છે.
આગ બુઝાવવા ફાયર ફાઈટિંગ રોબોટની લેવાઈ મદદ
આ રોબોટ સફળતાપૂર્વક જે સ્થળે આગ લાગી છે તે ત્યાં જ ટાર્ગેટ સાધીને ફાયર ફાઈટીંગ કરે છે. વિકાસ એસ્ટેટમાં લાગેલી આગમાં આ પ્રકારના બે ફાયર ફાઈટિંગ રોબોટ લાવવામાં આવ્યા છે અને આગ બુઝાવવાની કામગીરી શરૂ છે.
જ્યાં ફાયર ફાઈટર્સ ન જઈ શકે ત્યાં ફાયર ફાઈટિંગ રોબોટની લેવાય છે મદદ
વિકાસ એસ્ટેટ જેવી વિકરાળ, ભીષણ આગમાં કન્ફાઈન્ડ ફાયર ફાઈટીંગ કરવા માટે ફાયર ફાઈટર્સ બહારથી આગ બુઝાવવાની કામગીરી કરે છે. ત્યારે અંદરથી આગ બુઝાવવાની કામગીરીમાં ફાયર ફાઈટીંગ રોબોટની મદદ લેવામાં આવે છે. જેમા તાત્કાલિક ધોરણે સિટોફાયર ઉપર ફાયર ફાઈટીંગ ઓપરેશન શરૂ કરવામાં આવે છે.
ઈનપુટ ક્રેડિટ- નરેન્દ્ર રાઠોડ- અમદાવાદ
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…