Breaking Video : અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમની તપાસમાં થયો મોટો ખુલાસો, નાઈજીરિયન ગેંગ હેક કરી રહી છે કંપનીઓના ડેટા

Breaking Video : અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમની તપાસમાં થયો મોટો ખુલાસો, નાઈજીરિયન ગેંગ હેક કરી રહી છે કંપનીઓના ડેટા

| Edited By: | Updated on: Sep 23, 2023 | 10:47 AM

સાયબર માફિયાઓ હવે બાજ નજર રાખીને બેઠા છે ખાનગી કંપનીઓના ડેટા પર.જી હાં, દેશની 700 જેટલી ખાનગી કંપનીઓનો ડેટા સુરક્ષિત નથી. અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમની તપાસમાં આ મોટો ખુલાસો થયો છે. સાયબર ક્રાઈમની 6 વર્ષની ફરિયાદના આધારે મોટી સફળતા મળી છે. 700 જેટલી ખાનગી કંપનીના કોમ્પ્રોમાઈઝ્ડ થયેલા ઈમેઈલ મળ્યા છે.

Ahmedabad : સાયબર માફિયાઓ હવે બાજ નજર રાખીને બેઠા છે ખાનગી કંપનીઓના ડેટા પર. જી હાં, દેશની 700 જેટલી ખાનગી કંપનીઓનો ડેટા સુરક્ષિત નથી. અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમની તપાસમાં આ મોટો ખુલાસો થયો છે. સાયબર ક્રાઈમની 6 વર્ષની ફરિયાદના આધારે મોટી સફળતા મળી છે. 700 જેટલી ખાનગી કંપનીના કોમ્પ્રોમાઈઝ્ડ થયેલા ઈમેઈલ મળ્યા છે.આ કંપનીઓને એલર્ટ કરવામાં આવી રહી છે જેમાં 6 સરકારી કંપનીઓ પણ સામેલ છે..

આ પણ વાંચો : Ahmedabad: કેનેડામાં સુખ્ખા દુનાકેની હત્યાનો મામલો, લોરેન્સ બિશ્નોઈના વકીલનો મોટો ખુલાસો, કહ્યુ-તેની કોઈ જ ભૂમિકા નહીં, જુઓ Video

નાઈજીરિયન ગેંગ ખાનગી કંપનીઓના ડેટા હેક કરી રહી છે. સાયબર માફિયાઓ એટલે કે હેકર્સ જે-તે ખાનગી કંપનીના એકાઉન્ટની વિગતો ધરાવતા કોમ્પ્યુટરને નિશાન બનાવે છે. તે કોમ્પ્યુટરમાંથી કંપનીની ફાઈનાન્સિયલ વિગતો મેળવી આર્થિક નુકસાન પહોંચાડે છે. કોઈપણ કંપનીના મહત્વના ડેટા ધરાવતા કોમ્પ્યુટર પર માલવેર એટેક કરી હેકર્સ એક્સેસ મેળવે છે.

ત્યારબાદ, સીમ સ્વેપિંગ, ઈ-મેઈલ સ્પૂફિંગ જેવા સાયબર ક્રાઈમને અંજામ આપે છે. ચાલાક હેકર્સ ખાનગી કંપનીઓના પેમેન્ટ હેક કરી બારોબાર પોતાના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરી લેતા હોય છે..આવી રીતે, ગુજરાતની 300, અમદાવાદની 250 સહિત દેશભરની 700 કંપનીઓ હેકાર્સના નિશાને છે. જેથી, તમામ કંપનીઓને સાવચેતી રાખવા સાયબર ક્રાઈમ જાણ કરશે. તાજેતરમાં જ એક કંપનીના ડેટાની ચોરી થયાની ફરિયાદ સામે આવી હતી.

દેશની 700 કંપનીઓ ઉપરાંત  6 એવી કંપનીઓ પણ છે જે સરકારી છે. અને એ પણ આ હેકર્સનાં સકંજામાંથી બાકાત નથી રહી. ત્યારે તમે જાતે જ અંદાજો લગાવી લો કે આ હેકર્સ કેટલાં પાવર ફુલ હશે. માલવેર ફન્ક્શન થકી સ્વીમ સ્વેપિંગ અને ઇમેઇલ સ્પુફિંગ જેવા માધ્યમોથી સાયબર ક્રાઇમ બેરોકટોક કરી રહ્યા છે.

સાયબર ક્રાઇમનાં ગુનાઓને રોકવા માટે પોલીસ તો સતર્ક તમને કરી રહી છે. પરંતુ ઇન્ટરનેટની આ દુનિયામાં લોકોએ પણ એટલાં જ સાવધ રહેવાની જરુર છે. કારણ કે એક ખોટી લિંક ઉપર ક્લિક અને તમારી માહિતી કોઇ એવા વ્યક્તિ પાસે જતી રહેશે જેની મોટી કિંમત તમારે ચુકવવી પડી શકે છે. જેનાં થકી હેકર્સ દ્વારા બારોબાર કરોડો રુપિયા સરકાવી લીધા હોવાની ફરિયાદો પણ સામે આવી છે..

 અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 23, 2023 07:13 AM