Ahmedabad News : ક્રાઈમ બ્રાન્ચે 200 કિલોથી વધુ ડ્રગ્સ સાથે ઓડિસાના 3 લોકોની કરી ધરપકડ, જુઓ Video
ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતો રહે છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. કરોડો રુપિયાનું ડ્રગ્સ ઝડપાયુ છે.
ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતો રહે છે. ત્યારે અમદાવાદથી વધુ એક વાર મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. કરોડો રુપિયાના ડ્રગ્સ સાથે ઓડિશાના ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. 200 કિલોથી વધુ ગાંજો અને એમ.ડી સહિત ડ્રગ્સનું કન્ટેનર મળી આવ્યુ છે.
1100 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
ઓડીસાથી ટ્રકમાં સૂકવેલા ગાંજાનો પાવડર મોટી માત્રામાં મળી આવ્યો છે. ગુજરાત સહિત અન્ય રાજ્યમાં ડ્રગ્સનો જથ્થો ઉતાર્યો હોવાની આશંકા કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર 1100 કિલો ડ્રગ્સનો જથ્થો વટવા GIDCમાં ઉતારવાનો હતો. ડ્રગ્સ અન્ય કઈ જગ્યા પર ઉતારવામાં આવ્યુ હતુ. જેની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે.