અમદાવાદ : કોર્પોરેશનની 180 જેટલી ટીમ દ્વારા સઘન ચેકિંગ, 11 દિવસમાં 2449 લોકોને ₹ 25.75 લાખનો દંડ ફટકાર્યો

| Edited By: | Updated on: Jan 12, 2022 | 8:48 PM

અમદાવાદ મનપાની 180 જેટલી ટીમ દ્વારા શહેરભરમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કોરોના ગાઈડલાઈનનું પાલન ના કરાતા 2449 લોકોને મનપાની ટીમે છેલ્લા 11 દિવસમાં ₹ 25.75 લાખનો દંડ ફટકાર્યો છે.સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનું પાલન ના થતા કતાર એરવેઝ અને વિદા ક્લિનિકને ₹ 1 લાખનો દંડ કર્યો છે.

અમદાવાદ (Ahmedabad) મહાનગર કોરોના (Corona) સંક્રમણ વધતા મહાનગરપાલિકાએ દંડનીય (Fine)કાર્યવાહી શરૂ કરી છે. મનપાની 180 જેટલી ટીમ દ્વારા શહેરભરમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કોરોના ગાઈડલાઈનનું પાલન ના કરાતા 2449 લોકોને મનપાની ટીમે છેલ્લા 11 દિવસમાં ₹ 25.75 લાખનો દંડ ફટકાર્યો છે.સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનું પાલન ના થતા કતાર એરવેઝ અને વિદા ક્લિનિકને ₹ 1 લાખનો દંડ કર્યો છે. તો લાલ દરવાજા અને નહેરુનગરમાં પાથરણાવાળાઓ પાસેથી પણ ₹ 25 હજારનો દંડ વસુલ કર્યો છે. જ્યારે લો ગાર્ડન પાસેનું V માર્ટનું આખેઆખું યુનિટ જ સીલ કરી દેવામાં આવ્યું છે. આમ કોરોના ગાઈડ લાઈનના પાલન કરવા બદલ મનપાએ આકરી કાર્યવાહી હાથ ધરી છે.

નોંધનીય છેકે છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદમાં કોરોના સંક્રમણનો વિસ્ફોટ થયો છે. એમાં પણ લોકો હવે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરી રહ્યાં નથી. જેના કારણે શહેરમાં સ્થિતિ બદતર બની રહી છે. આ સાથે હાલ ઉતરાયણનો તહેવાર હોવાથી લોકો પતંગની ખરીદી માટે ઉમટી પડયા છે. અને, બજારોમાં કોરોના ગાઇડલાઇનનો ભંગ થઇ રહ્યો છે. ત્યારે તહેવારની મજા કોરોના વિસ્ફોટની સ્થિતિનું નિર્માણ કરી રહી છે. ત્યારે હવે શહેરની મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી અન્વયે દંડની કાર્યવાહી આરંભાઇ છે. અને, લોકો અને વેપારીઓને દંડવામાં આવી રહ્યાં છે.

 

આ પણ વાંચો : ગુજરાતમાં આજે કોરોનાના 9,941 કેસ નોંધાયા, 4ના મોત

આ પણ વાંચો : અમદાવાદ અને સુરતની બજારોમાં પતંગ રસિકો ખરીદી માટે ઉમટયા, કોરોના ગાઇડલાઇનનો ભંગ

Published on: Jan 12, 2022 08:34 PM