Ahmedabad : બેવડી ઋતુથી વાયરલ ફિવરના કેસમાં સતત વધારો, શરદી- ખાંસીના કેસો પણ વધ્યા

Ahmedabad : બેવડી ઋતુથી વાયરલ ફિવરના કેસમાં સતત વધારો, શરદી- ખાંસીના કેસો પણ વધ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2022 | 11:50 PM

અમદાવાદમાં(Ahmedabad) હાલ મોડી રાત્રે-વહેલી સવારે ઠંડીનો ચમકારો અને બપોરના ગરમી તો ક્યારેક વરસાદ જેવી અલગ અલગ સિઝન અનુભવાઇ રહી છે. આવી ડબલ સિઝનને લીધે છેલ્લા એક સપ્તાહમાં જ વાયરલ ફિવર,(Viral Fever) શરદી-ખાંસીના કેસમાં  40 ટકા સુધીનો ચિંતાજનક વધારો થયો છે. અમદાવાદમાં હાલ રાત્રિનું લઘુતમ તાપમાન 20થી 25 ડિગ્રીની આસપાસ હોય છે

અમદાવાદમાં(Ahmedabad) હાલ મોડી રાત્રે-વહેલી સવારે ઠંડીનો ચમકારો અને બપોરના ગરમી તો ક્યારેક વરસાદ જેવી અલગ અલગ સિઝન અનુભવાઇ રહી છે. આવી ડબલ સિઝનને લીધે છેલ્લા એક સપ્તાહમાં જ વાયરલ ફિવર,(Viral Fever) શરદી-ખાંસીના કેસમાં ૪૦ટકા સુધીનો ચિંતાજનક વધારો થયો છે. અમદાવાદમાં હાલ રાત્રિનું લઘુતમ તાપમાન 20થી 25 ડિગ્રીની આસપાસ હોય છે, જ્યારે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 32 ડિગ્રીથી વધી ગયું છે. આમ, મિશ્ર ઋતુથી વાયરલ ફિવરના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ડોક્ટરોના મતે છેલ્લા એક સપ્તાહથી વાયરલ ફિવર, શરદી-ખાંસીના દર્દી વધી ગયા છે. વાયરલ ફિવરમાં મોટાભાગના દર્દીને પ્રથમ દિવસે ૧૦૨-૧૦૩ ડિગ્રી સુધીનો તાવ આવે છે. આ પછી ગળામાં દુઃખાવો, ગળામાં ખરાશ, શરદી-ખાંસી સહિતની સમસ્યાનો સામનો કરવો પડે છે. ડોક્ટરોના મતે છેલ્લા એક સપ્તાહમાં આવા કેસમાં 30થી 40 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

ચોમાસુ પુરુ થવાની સાથે શિયાળાની શરૂઆત થઈ રહી છે ત્યારે બેવડી ઋતુમાં ઈમ્યુનિટી ઘટી જતાં વાયરલ ફિવર વધતો જોવા મળે છે..ત્યારે એ જાણી લઈએ કે આખરે વાયરલ ફિવર શું છે અને કોને થવાની શક્યતા વધી જાય છે વાઈરલ ફીવર હવા અને પાણીના માધ્યમથી ફેલાતુ વાઈરલ ઇન્ફેક્શન છે. તેમાંય જ્યારે ડબલ સીઝન હોય ત્યારે આ પ્રકારના રોગ વધે છે…એટલે કે બપોરે ઉનાળા જેવી ગરમી, અને રાત્રે શિયાળા જેવી ઠંડી હોય ત્યારે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા નબળી પડે છે, અને વાયરલ ફીવર થવાની શક્યતા વધી જાય છે. વાયરલ ફિવર કે ખાંસી-શરદી જેવા રોગના લક્ષણો દેખાય તો તેનો તરત ઉપચાર શરૂ કરી દેવો જોઈએ અને સાવચેતીના પગલાં રૂપે સારવાર શરૂ કરી દેવી જોઈએ

g clip-path="url(#clip0_868_265)">