Ahmedabad: નારણપુરા વિસ્તારમાં ભેખડ ધસી પડતા શ્રમિક પિતા-પુત્ર દટાયા હતા, બંનેના મોત

|

Jan 28, 2022 | 2:13 PM

મળતી માહિતી પ્રમાણે આ બાંધકામના સ્થળે દાહોદનો એક શ્રમિક પરિવાર કામ કરતો હતો. આ પરિવાર દ્વારા પહેલેથી જ અહીં કામ કરવાની ના પાડવામાં આવી હતી. કારણકે પહેલેથી જ અહીં જોખમ હોવાનું પરિવારને જણાતુ હતુ.

અમદાવાદ (Ahmedabad)માં બાંધકામ થતુ હોય તેવા વિસ્તારમાં વારંવાર ભેખડ ધસી (Cliff collapses) પડતુ હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પણ ભેખડ ધસી પડવાની વધુ એક ઘટના સામે આવી છે. ભેખડ ધસી પડતા માટી નીચે ચાર  શ્રમિકો દટાયા હતા. બેનો બચાવ થયો હતો, જ્યારે બે શ્રમિકોના મોત થયા છે. આં બંને મૃતક શ્રમિક પિતા-પુત્ર હોવાનું સામે આવ્યુ છે.

અમદાવાદ ફાયર બ્રિગેડને સવારે 10 કલાક પછી અમદાવાદના નારણપુરા વિસ્તારમા અમી કુંજ પાસે ભેખડ ધસી પડતા શ્રમિકો દટાયા હોવાનો કોલ મળ્યો હતો. જે બાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી અને ભેખડ નીચે દટાયેલા બે શ્રમિકને તાત્કાલિક ધોરણે બહાર કાઢી લીધા હતા. જે શ્રમિકને બહાર કાઢવામાં આવ્યા હતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે તે પહેલા જ તેમના મોત નીપજ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે આ બાંધકામના સ્થળે દાહોદનો એક શ્રમિક પરિવાર કામ કરતો હતો. આ પરિવાર દ્વારા પહેલેથી જ અહીં કામ કરવાની ના પાડવામાં આવી હતી. કારણકે પહેલેથી જ અહીં જોખમ હોવાનું પરિવારને જણાતુ હતુ. ભેખડ ધસી પડવાની શક્યતા પહેલેથી વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ અહીના અધિકારીઓ દ્વારા શ્રમિકોને બળજબરીથી કામ કરવા અહીં ઉતારવામાં આવ્યા હતા.

ફાયર વિભાગ દ્વારા દટાયેલા બંને શ્રમિકને બહાર કાઢીને સારવાર આપવાની કામગીરી કરવામાં આવે તે પહેલા જ બંને શ્રમિકના મોત થયા હતા. શ્રમિક પરિવારના અન્ય સભ્યો આ ઘટનાથી  શોકમાં ગરકાવ થઇ ગયા છે.

આ પણ વાંચો-

ધંધુકામાં થયેલી હત્યાના ઘેરા પ્રત્યાઘાત, બોટાદના રાણપુરમાં બંધનું એલાન

આ પણ વાંચો-

અમેરિકા-કેનેડા બોર્ડર પર જીવ ગુમાવનારા ચાર લોકો ગુજરાતના રહેવાસી, ઠંડીના કારણે થયા મોત

Next Video