ધંધુકામાં થયેલી હત્યાના ઘેરા પ્રત્યાઘાત, બોટાદના રાણપુરમાં બંધનું એલાન

ધંધૂકામાં થયેલી હત્યાના વિરોધમાં બોટાદ જિલ્લાના રાણપુરમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે બોટાદમાં સવારથી જ બજારો બંધ જોવા મળી રહ્યા છે.. હત્યાના વિરોધમાં પાડવામાં આવેલા બંધને લોકો સમર્થન આપી રહ્યા છે..

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 10:47 AM

અમદાવાદના ધંધૂકામાં(Dhandhuka)થયેલી હત્યાના(Murder)પડઘા બોટાદ(Botad) અને સુરેન્દ્રનગર સુધી પડ્યા છે..હત્યાના વિરોધમાં બોટાદ જિલ્લાના રાણપુર અને સુરેન્દ્રનગરમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે બોટાદમાં સવારથી જ બજારો બંધ જોવા મળી રહ્યા છે.. હત્યાના વિરોધમાં પાડવામાં આવેલા બંધને લોકો સમર્થન આપી રહ્યા છે.. મહત્વનું છે કે, RSS વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળે બંધની જાહેરાત કરી છે જેને મુસ્લીમ સમાજે પણ સમર્થન આપ્યું છે. આરોપીઓને તાત્કાલિક ઝડપી લેવા તમામ સંગઠને માગણી કરી છે.

ઉલ્લેખનીય છે કે, ધંધૂકા  શહેરમાં માલધારી સમાજના યુવકની અજાણ્યા શખ્સોએ કરેલી હત્યા કેસમાં પોલીસે બે શંકાસ્પદ આરોપીઓને ઝડપી લીધા છે. સમગ્ર બનાવની વાત કરીએ તો મંગળવારે મોડી રાત્રે કિશન ભરવાડ નામનો યુવક તેના જુના ઘર પાસેથી પસાર થતો હતો ત્યારે બે અજાણ્યાં શખસોએ આવીને ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં એક મિસ ફાયર થયું હતું જ્યારે બીજી ગોળી યુવકને વાગી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવકનું હોસ્પિટલમાં લઈ જતા જ મોત થયું હતું. બીજી તરફ ઘટનાને પગલે માલધારી સમાજમાં રોષ ફેલાયો છે..ઘટનાને પગલે સમગ્ર ધંધુકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

આરોપ છે કે, થોડા દિવસ પહેલા મૃતક યુવક કિશને એક ધર્મ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટ કરી હતી. આ વાતની અદાવત રાખી કેટલાક શખ્સોએ કિશનને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : Rajkot : ફૂડ વિભાગે શહેરમાં 27 સ્થળોએ ચેકિંગ હાથ ધર્યું, બિન આરોગ્યપ્રદ જથ્થાનો નાશ કર્યો

આ પણ વાંચો : Surat : સ્પા પર પોલીસના દરોડા, છ વિદેશી યુવતી સહિત 3 લોકો ઝડપાયા

Follow Us:
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">