Ahmedabad : સિવિલ હોસ્પિટલમાં બિલાડીઓનો આતંક, બિલાડીના ઉધામાના અનેક દ્રશ્યો કેમેરામાં કેદ, જુઓ Video

Ahmedabad : સિવિલ હોસ્પિટલમાં બિલાડીઓનો આતંક, બિલાડીના ઉધામાના અનેક દ્રશ્યો કેમેરામાં કેદ, જુઓ Video

| Edited By: | Updated on: Jul 17, 2025 | 2:58 PM

ગુજરાતની કેટલીક હોસ્પિટલમાં શ્વાન અને આખલાનો આતંક જોવા મળે છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બિલાડીનો આતંક જોવા મળ્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલના વોર્ડમાં, લોબીમાં, રેડિયોલોજી વિભાગમાં બિલાડીઓએ ધામા નાખ્યા છે.

ગુજરાતની કેટલીક હોસ્પિટલમાં શ્વાન અને આખલાનો આતંક જોવા મળે છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બિલાડીનો આતંક જોવા મળ્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલના વોર્ડમાં, લોબીમાં, રેડિયોલોજી વિભાગમાં બિલાડીઓએ ધામા નાખ્યા છે. વોર્ડમાં મેડિકલ વેસ્ટ લઈને આવતી બિલાડીઓથી દર્દીઓ પરેશાન થયા છે.

બિલાડીના ઉધામાના અનેક દ્રશ્યો કેમેરામાં કેદ થયો છે. દર્દીઓની ખાવાની વસ્તુ બિલાડીઓ લઈ જતી હોવાની ફરિયાદ થઈ છે. અનેક ફરિયાદ છતાં સિવિલ તંત્ર નિંદ્રાધીન હોવાના આક્ષેપ કર્યો છે. સિવિલ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલ ઉભા થયા છે. લોકોને રોકતા સિક્યુરિટી ગાર્ડ બિલાડીઓને રોકવામાં નિષ્ફળ થયા છે.

વોર્ડમાં, લોબીમાં બિલાડીઓના ધામા

સિવિલમાં માત્ર બિલાડીઓનો જ નહીં. ઉંદર અને શ્વાનનો પણ ત્રાસ હોવાની ફરિયાદો ઉઠી રહી છે. હોસ્પિટલ કે જ્યાં સ્વચ્છતા સૌથી વધુ જરૂરી છે. ત્યાં બિલાડીઓ ખુલ્લેઆમ ફરી રહી છે. દર્દીઓની વસ્તુઓ પર તરાપો મારી રહી છે. એટલું જ નહીં બહાર ફેંકાયેલા મેડિકલ વેસ્ટ કે ગંદકી લઈને વોર્ડમાં દાખલ થઈ રહી છે. તેની સાબિતી આપતા અનેક દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. પરંતુ, તેમ છતા સિવિલ તંત્રના પેટનું પાણી જ નથી હલી રહ્યું. તો આ વીડિયો વાયરલ થયા બાદ સુપરિન્ટેન્ડેન્ટે તપાસના આદેશ આપ્યા છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો