Ahmedabad Breaking News : પાંચ રાઉન્ડ ફાયરિંગ કેસમાં નિવૃત્ત DYSP અશોકસિંહ ચૌહાણની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો! Video

| Edited By: | Updated on: May 28, 2026 | 2:15 PM

નિવૃત્ત DYSP અશોકસિંહ ચૌહાણ સામે જાહેરમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ મામલે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ હવે અશોકસિંહ ચૌહાણની ધરપકડ કરી લેવામાં આવી છે. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં જમીન વિવાદને લઈ ફાયરિંગની ઘટના બની હતી.

અમદાવાદના પોષ વિસ્તાર સેટેલાઇટમાં ઝાંસીની રાણીના પુતળા નજીક આવેલા એક પ્લોટને લઈને વિવાદ ઉગ્ર બનતા ફાયરિંગની ઘટના બની હતી. નિવૃત્ત DYSP અશોકસિંહ ચૌહાણ સામે જાહેરમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ મામલે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ હવે અશોકસિંહ ચૌહાણની ધરપકડ કરી લેવામાં આવી છે સાથે જ અશોકસિંહ ચૌહાણના પુત્ર અને પુત્રીની પણ ધરપકડ કરવામાં આવી છે.

ફાયરિંગની ઘટનાની જાણ થતાં જ સેટેલાઇટ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળેથી પાંચ કારતુસ કબજે કર્યા છે. ફાયરિંગ કરનાર અશોક ચૌહાણને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે તેમજ જે હથિયારથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે પણ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. હાલતો સમગ્ર મામલે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

નિવૃત્ત DYSPનું નિવેદન

નિવૃત્ત DYSPએ પોલીસ પર લગાવ્યા આક્ષેપ. પોલીસ ગુંડાઓને મોકલી પ્લોટનો કબજો કરાવી રહી છે. સેટેલાઈટ પોલીસ દ્વારા અમારી ફરિયાદ નોંધવામાં નથી આવી રહી. મારે મીડિયા સમક્ષ નિવેદન આપવું છે પણ પોલીસ રોકી રહી છે.

આ પણ વાંચો, Banaskantha Breaking News : બનાસકાંઠામાં SOGએ પેટ્રોલિંગ દરમિયાન 171 શંકાસ્પદ ઘીના ડબ્બા ઝડપ્યા! જુઓ Video

Follow Us