Ahmedabad Breaking News : વરસાદ વગર જ રસ્તો બેસી ગયો, AMC ના ભ્રષ્ટાચારનો ભૂવો કે રોડ બનાવવાની નબળી ગુણવત્તા ? Video
અમદાવાદમાં ફરી એક વખત રસ્તા પર ભૂવો પડવાની ઘટના સામે આવી છે. આશ્રમ રોડ પર વલ્લભ સદન ચાર રસ્તા પાસે આ ભૂવો પડ્યો છે. ખાસ વાત એ છે કે આ જ સ્થળની આસપાસ અગાઉ પણ ભૂવો પડ્યો હતો. એક જ વિસ્તારમાં વારંવાર ભૂવો પડતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની કામગીરી અને રોડની ગુણવત્તા સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

વરસાદ વિના શહેરમાં વારંવાર ભૂવા પડવાની ઘટના
અમદાવાદમાં ભૂવો પડતાં વાહનચાલકો માટે જોખમ ઊભું થયું છે. તંત્ર દ્વારા તાત્કાલિક બેરીકેડ લગાવીને રસ્તાનો આ ભાગ વાહનચાલકો માટે જોખમી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. જોકે, માત્ર બેરીકેડ લગાવવાથી સમસ્યાનો કાયમી ઉકેલ આવશે કે કેમ તે મોટો સવાલ છે. સૌથી ગંભીર બાબત એ છે કે વરસાદ વિના પણ શહેરમાં વારંવાર ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. સામાન્ય રીતે ભારે વરસાદ બાદ રસ્તાઓને નુકસાન થવાની ઘટનાઓ જોવા મળે છે. પરંતુ અહીં વરસાદ ન હોવા છતાં રસ્તો બેસી જતાં રોડની ગુણવત્તા અને કામગીરી અંગે ચર્ચા શરૂ થઈ છે.
વાહનચાલકો અને રાહદારીઓની સુરક્ષા ચિંતાજનક
શહેરમાં વારંવાર સર્જાતી આવી ઘટનાઓ વાહનચાલકો અને રાહદારીઓની સુરક્ષા માટે ચિંતાજનક છે. તંત્ર ક્યારે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવશે અને રસ્તાઓની ગુણવત્તા માટે જવાબદારી નક્કી કરશે, તે જોવાનું રહ્યું.