Ahmedabad Breaking News : અમદાવાદમાં AMCની ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, ખોરાકમાં જીવાત, મેંદામાં જીવડાં મળતાં અનેક એકમો સીલ, જુઓ Video
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં સ્કૂલ-કોલેજ કેન્ટીન, હોસ્પિટલ અને હોસ્ટેલ કેન્ટીન સહિત વિવિધ ખાદ્ય ધંધાકીય એકમોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન અને અસ્વચ્છતા મળી આવતા અનેક એકમો સામે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે.

કેન્ટીનમાં હાઇજીનિક સ્થિતિનો અભાવ
સૈજપુર બોઘા ખાતે આવેલી મહાત્મા ગાંધી ફિઝિયોથેરાપી કોલેજની R.K.R. Caterers હોસ્ટેલ કેન્ટીન પાસે FSSAI લાયસન્સ/રજીસ્ટ્રેશન ન હોવાનું સામે આવ્યું હતું. કેન્ટીનમાં હાઇજીનિક સ્થિતિનો અભાવ તેમજ ખાદ્ય પદાર્થોમાં કીડા-જીવાત મળી આવતા તેને સીલ કરવામાં આવી છે. મણિનગરની Mad Over Grills રેસ્ટોરન્ટના સ્ટોર રૂમમાં મેંદાના સંગ્રહ કરાયેલા પીપમાં જીવતી જીવાત મળી આવતા કાર્યવાહી કરાઈ હતી.
FSSAI લાયસન્સ ન હોવાનું આવ્યું સામે
માધુપુરાના સંતોષ ઘી ભંડારમાં અગાઉ લેવાયેલા માધવ દેશી ઘીના નમૂનામાં Beta-sitosterol ની હાજરી નોંધાતા સીલિંગ કરાયું. કુબેરનગરના રાજેશ દૂધ ઘરનું મિડિયમ ફેટ પનીરનું નમૂના અપ્રમાણિત જાહેર થતાં કાર્યવાહી કરવામાં આવી. આ ઉપરાંત મકરબાની સબરુ ચાઇનીઝ મુગલાઇ એન્ડ તવા ફ્રાયમાં ગંદકી અને FSSAI Schedule-4 ના નિયમોનું પાલન ન થવાથી તેમજ બહેરામપુરાની સમ્રાટ બેકરી પાસે FSSAI લાયસન્સ/રજીસ્ટ્રેશન ન હોવા અને પેકેજિંગ-લેબલિંગના નિયમોનું પાલન ન થવાથી સીલિંગની કાર્યવાહી કરવામાં આવી.
આ પણ વાંચો, Breaking News : ભાવનગરમાં નકલી દારૂ કાંડમાં મૃત્યુઆંક વધીને 6 થયો, 21 સામે ફરિયાદ 4 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ