Breaking News : અમદાવાદમાં બ્રાન્ડેડ શૂઝના ડુપ્લીકેટ વેચાણનો પર્દાફાશ, 1.69 લાખની કિંમતના શૂઝ પોલીસે કર્યા જપ્ત, જુઓ Video
અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં નકલી બ્રાન્ડેડ શૂઝ વેચાણ સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે શહેરના બોપલ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં બ્રાન્ડેડ કંપનીઓના નામે ડુપ્લીકેટ શૂઝ અને સ્લિપરનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું.
ગુજરાતમાં એક પછી એક નકલીની ભરમાર જોવા મળી રહી છે. નકલી ઘી, નકલી તેલ, નકલી મસાલા, નકલી પોલીસ પછી હવે નકલી શૂઝનું પણ વેચાણ થઇ રહ્યુ હોય તેવુ સામે આવી રહ્યુ છે. અમદાવાદમાં બ્રાન્ડેડના નામે મોટા પ્રમાણમાં નકલીનો ખેલ ચાલતો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે રેડ કરતા નકલી શૂઝના વેચાણનો આખો કારોબાર ઝડપાયો છે.
અમદાવાદ પોલીસે બોપલ સ્થિત એક દુકાન પર દરોડા પાડ્યા હતા. ત્યા નકલી બ્રાન્ડેડ ફૂટવેરનો મોટો જથ્થા ઝડપાયો છે. તપાસ દરમિયાન દુકાનમાંથી અનેક કંપનીના બ્રાન્ડેડ નામના અને લોગો લગાવવામાં આવેલા નકલી શૂઝ અને સ્લિપર મળી આવ્યા. પોલીસની ટીમે સ્થળ પરથી ડુપ્લીકેટ શૂઝ જપ્ત કર્યા છે અને પોલીસે દુકાન માલિક વિરુદ્ધ કોપીરાઇટ કાયદા હેઠળ ગુનો નોંધ્યો છે.
નાઈક, જોર્ડન અને કોન્વર્સ જેવી કંપનીના શૂઝની વેચાણ
અમદાવાદના બોપલમાં બ્રાન્ડેડ શૂઝના ડુપ્લીકેટ વેચાણનો પર્દાફાશ થયો છે. એલીગન્સ એમ્પલોઈમ નામની દુકાનમાં પોલીસના દરોડા પાડ્યા. દુકાનમાં અનેક બ્રાન્ડેડ કંપનીના નકલી શૂઝ અને સ્લિપર મળી આવ્યા હતા. દુકાનદાર રૂષીલ ભોમોત્રા નાઈક, જોર્ડન અને કોન્વર્સ જેવી કંપનીના શૂઝ વેચતો હતો. પોલીસે રૂ.1.69 લાખની કિંમતના 169 જોડી શૂઝ જપ્ત કર્યા છે. પોલીસે દુકાન માલિક વિરુદ્ધ કોપીરાઈટ એક્ટ હેઠળ તપાસ હાથ ધરી છે.