AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અભિનેતાએ 60 વર્ષની ઉંમરે યુરોપથી આફ્રિકા સુધી સ્વીમિંગ કર્યું, ચાહકો ચોંકી ગયા, જુઓ Video

ફિટનેસ આઈકન મિલિંદ સોમને સ્ટ્રેટ ઓફ ઝિબ્રાલ્ટરના ઓપન વોટરમાં સ્વીમિંગ કરી ઈતિહાસ રચ્યો છે. તેમણે યુરોપથી આફ્રિકા સુધી સ્વીમિંગ કર્યું છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Breaking News : અભિનેતાએ 60 વર્ષની ઉંમરે યુરોપથી આફ્રિકા સુધી સ્વીમિંગ કર્યું, ચાહકો ચોંકી ગયા, જુઓ Video
| Updated on: May 07, 2026 | 10:38 AM
Share

મિલિંદ સોમને 60 વર્ષની ઉંમરમાં એ કામ કર્યું છે, કદાચ કોઈ વિચારી પણ શકે નહી. તેમણે યુરોપથી આફ્રિકા સુધીનું ખતરનાક સ્વિમિંગ કર્યું છે. તમને જણાવી દઈએ કે, આ દુનિયાનો સૌથી મુશ્કેલ જળમાર્ગમાંથી એક ઝિબ્રાલ્ટર પાર કર્યો છે. તેમણે અંદાજે 15 કિલોમીટર સ્વીમિંગ કર્યું છે. ફિલ્મોમાં અને મ્યુઝિકમાં છવાયા બાદ સુપરમોડલ અને અભિનેતા મિલિંદ સોમને 60 વર્ષની ઉંમરમાં ઈતિહાસ રચ્યો છે. પોતાની ફિટનેસ માટે જાણીતો મિલિંદ સોમને દુનિયાની સામે ભારતનું નામ રોશન કર્યું છે. અભિનેતાએ યુરોપથી આફ્રિકા સુધી સ્વિમિંગ કરી ઝઇબ્રાલ્ટર ખુલ્લા પાણીમાં પાર કર્યું છે. તમને જણાવી દઈએ કે, આ વિસ્તાર યુરોપથી આફ્રિકાને અલગ કરનાર સમુદ્ધનો ભાગ છે.

ઝિબ્રાલ્ટરને પાર કરનાર દુનિયાનો સૌથી અઘરો રસ્તો

સોમને આ સ્વિમિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. લોકો તેને શુભકામના પણ પાઠવી રહ્યા છે. તેમણે વીડિયો શેર કરતા કહ્યું કે, તેમણે 1 મેના રોજ સ્પેનના ટૈરિફાથી મોરક્કો સુધી અંદાજે 15 કિલોમીટરનું અંતર કાપ્યું છે. તમને જણાવી દઈએ કે, ઝિબ્રાલ્ટરને પાર કરનાર દુનિયાનો સૌથી અઘરો રસ્તો પોતાની વોટર જર્નીમાંથી એક માનવામાં આવે છે.

મુંબઈથી ગોવા સુધી 600 કિલોમીટર લાંબી સાઈકલ ચલાવી

આટલું જ નહી તેમણે મુંબઈથી ગોવા સુધી 600 કિલોમીટર લાંબી સાઈકલ ચલાવી હતી. આ પુરુ કરવામાં તેને 5 દિવસ લાગ્યા હતા. મિલિંદ ખુલ્લા પગે દોડવા માટે ખુબ ફેમસ છે. તેમણે ફ્લોરિડામાં અલ્ટ્રા-મેરાથોન 517 કિલોમીટર પણ પૂર્ણ કરી છે. 60 વર્ષની ઉંમરે ખુલ્લા પાણીમાં સ્વિમિંગ પૂર્ણ કરીને, તેમણે સાબિત કર્યું કે ઉંમર ફિટનેસ માટે કોઈ અવરોધ નથી.

મિલિંદ સોમન જીમમાં નથી જતો તેમ છતાં ફિટ રહે છે. તેને દરરોજ ખુલ્લા પગે દોડવું ગમે છે. તેને ઠંડા પાણીએ નાહવું ગમે છે. તે ઘરે વર્કઆઉટ અને દોડવાનું પસંદ કરે છે. તે પ્રોટીનયુક્ત અને હળવું ભોજન ખાય છે. તેને ઉચ્ચ ફાઇબર અને પ્રોટીનયુક્ત આહાર માટે ચણા ખાય છે. તે મોંઘા શેક અને સ્મૂધીને બદલે નાસ્તામાં પલાળેલા ચણા અને બદામ પસંદ કરે છે.

બોલિવુડમાં એક્ટિંગમાં ફ્લોપ પરંતુ પ્રેમ કરવામાં ટોપ પર છે અભિનેતા, મોડેલિંગના બાદશાહનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
g clip-path="url(#clip0_868_265)">