Breaking News : અમદાવાદમાં ATM તોડવાનો પ્રયાસ નિષ્ફળ, નિકોલમાં એલાર્મ વાગતા શખ્સ ઝડપાયો

Breaking News : અમદાવાદમાં ATM તોડવાનો પ્રયાસ નિષ્ફળ, નિકોલમાં એલાર્મ વાગતા શખ્સ ઝડપાયો

| Edited By: | Updated on: Nov 19, 2026 | 5:47 PM

અમદાવાદના નિકોલ વિસ્તારમાં RBL બેંકના ATMને તોડવાનો પ્રયાસ કરાયો હતો. શ્રવણ કુમાર રાય નામના યુવકે ATM તોડવાનો પ્રયાસ કરતા જ સુરક્ષા એલાર્મ વાગ્યું હતું, જેના કારણે તે રંગેહાથ ઝડપાઇ ગયો.

અમદાવાદના નિકોલ વિસ્તારમાં અમર જવાન સર્કલ નજીક આવેલી RBL બેંકના ATMને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં એક યુવકને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શ્રવણ કુમાર રાય નામના 21 વર્ષીય યુવકે ATM મશીન તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ATMમાં લગાવેલી સુરક્ષા સિસ્ટમનું એલાર્મ વાગતાં જ સમગ્ર મામલો સામે આવ્યો હતો. એલાર્મના અવાજથી પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને શખ્સને સ્થળ પરથી જ ઝડપી લીધો હતો.

નિકોલ પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધી આરોપી શ્રવણ કુમાર રાયની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી અસ્થિર મગજનો હોવાનું સામે આવ્યું છે. ATMની સુરક્ષા વ્યવસ્થાને કારણે ચોરીનો આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. પોલીસ હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.

હવે દર વર્ષે નહીં લગાવવા પડે પ્રદૂષણ તપાસ કેન્દ્રના ધક્કા! નવી BS-VI ગાડીઓ માટે બદલાયો PUC રિન્યુઅલ નિયમ

Follow Us
Loading...
Unable to load recommendations.