ગૌશાળાના ગોબરમાંથી બાયોગેસનું ઉત્પાદન શરૂ, દર મહિને થશે 8 લાખ રૂપિયાનો મોટો આર્થિક લાભ!

| Edited By: | Updated on: May 03, 2026 | 6:21 PM

દેશમાં ગેસની અછત વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 'વેસ્ટ ટુ એનર્જી' ના સિદ્ધાંત પર અનોખો પ્રોજેક્ટ શરૂ કરાયો છે. દાણીલીમડા અને બાકરોલ ગૌશાળાના પશુઓના છાણમાંથી બાયોગેસ ઉત્પન્ન કરી મનપા હવે દર મહિને લાખો રૂપિયાની બચત કરશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરની ગૌશાળાઓમાં રખાયેલા પશુઓના છાણનો ઉપયોગ કરી ઉર્જા બચતનો નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે. શહેરના દાણીલીમડા અને બાકરોલ વિસ્તારની ગૌશાળાઓમાંથી પ્રાપ્ત થતા દૈનિક 10 હજાર કિલો ગોબરમાંથી બાયોગેસનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે.

‘વેસ્ટ ટુ એનર્જી’ ના આ પ્રોજેક્ટથી એક તરફ રખડતા પશુઓના યોગ્ય વ્યવસ્થાપનમાં મદદ મળી રહી છે, તો બીજી તરફ દર મહિને અંદાજે 8 લાખ રૂપિયાનો આર્થિક લાભ થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટના કારણે પશુઓને માત્ર સુરક્ષિત આશ્રય જ નહીં, પરંતુ પૂરતો ઘાસચારો અને તબીબી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ રહી છે. પર્યાવરણની જાળવણી અને આર્થિક બચતના આ મોડેલની હવે સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.

શું પતિ અને પત્ની બંનેને મળશે PM કિસાન યોજનાના પૈસા? જાણો કોણ છે આ સહાય માટે પાત્ર અને ક્યારે આવશે તમારા ખાતામાં 23મો હપ્તો!

Follow Us