₹8 કરોડના ખર્ચે રેલિંગ સફાઈ મશીનો, અમદાવાદ કોર્પોરેશનના નિર્ણય પર સવાલો

₹8 કરોડના ખર્ચે રેલિંગ સફાઈ મશીનો, અમદાવાદ કોર્પોરેશનના નિર્ણય પર સવાલો

| Updated on: Aug 10, 2026 | 7:12 PM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સેન્ટ્રલ વર્જ અને BRTS રેલિંગની સફાઈ માટે ₹8 કરોડના ખર્ચે ચાર નવા મશીનો ખરીદવાનો નિર્ણય લેવાયો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં સેન્ટ્રલ વર્જ અને BRTS રેલિંગની સફાઈ વ્યવસ્થાને સુધારવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. AMC આ હેતુસર લગભગ ₹8 કરોડના ખર્ચે ચાર વિશેષ મશીનો ખરીદવાની પ્રક્રિયા હાથ ધરશે. આ મશીનોનો ઉપયોગ ખાસ કરીને રોડની વચ્ચે આવતા સેન્ટ્રલ વર્જ અને આયકોનિક રોડ્સ પર આવેલી નવી ડિઝાઇનવાળી રેલિંગની સફાઈ માટે કરવામાં આવશે.

આ મશીનોની ખરીદી નાણાપંચ દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાંથી થવાની છે. જોકે, માત્ર રેલિંગની સફાઈ માટે આટલો મોટો ખર્ચ કરવામાં આવનાર હોવાથી શહેરભરમાં ચર્ચા શરૂ થઈ છે. અનેક લોકો દ્વારા જાહેર નાણાના આટલા મોટા રોકાણ અને તેની જરૂરિયાત અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. એક તરફ શહેરમાં રસ્તા, ટ્રાફિક અને અન્ય પાયાની સુવિધાઓ સંબંધિત અનેક પ્રશ્નો પ્રવર્તી રહ્યા છે, ત્યારે રેલિંગ સફાઈ માટે કરોડો રૂપિયાના મશીનોની ખરીદીનો નિર્ણય અનેક સવાલોને જન્મ આપી રહ્યો છે. AMCના આ નિર્ણયથી શહેરમાં સફાઈ વ્યવસ્થા કેટલી અસરકારક બનશે અને જાહેર નાણાનો કેટલો સદુપયોગ થશે તે જોવું રહ્યું.

ઈડરની શાળામાં ફૂડ પોઈઝનિંગ, 45થી વધુ બાળકો હોસ્પિટલમાં દાખલ, જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.