Ahmedabad : કોંગ્રેસમાં કાળા જાદુના વિવાદ બાદ કાઉન્સિલર જમના વેગડા સસ્પેન્ડ

અમદાવાદ કોંગ્રેસના મહિલા કાઉન્સીલર જમના વેગડાને તાંત્રિક વિધિ કરાવવાના આરોપમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં જમના વેગડા પર આરોપ હતો કે તેમણે ધાનેરાની મહિલાને તાંત્રિક વિધિ માટે વાત કરી હતી. તેમજ કોંગ્રેસના જ 2 નેતાને ખતમ કરવા જણાવ્યું હતું. જે મામલે તાંત્રિક હમિદા સૈયદે પણ જમના વેગડા સાથે વાતચીતનો સ્વીકાર કરતા આખરે કોંગ્રેસે શિક્ષાત્મક પગલા લીધા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2022 | 11:35 PM

અમદાવાદ કોંગ્રેસના(Congress)મહિલા કાઉન્સીલર જમના વેગડાને(Jamna Vegda)તાંત્રિક વિધિ (Black Magic) કરાવવાના આરોપમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં જમના વેગડા પર આરોપ હતો કે તેમણે ધાનેરાની મહિલાને તાંત્રિક વિધિ માટે વાત કરી હતી. તેમજ કોંગ્રેસના જ 2 નેતાને ખતમ કરવા જણાવ્યું હતું. જે મામલે તાંત્રિક હમિદા સૈયદે પણ જમના વેગડા સાથે વાતચીતનો સ્વીકાર કરતા આખરે કોંગ્રેસે શિક્ષાત્મક પગલા લીધા છે. જમના વેગડા પર અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ અને કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર પર તાંત્રિક વિધિ કરાવવાનો આરોપ છે. ત્યારે કોંગ્રેસના સત્તાધીશો દ્વારા પણ જણાવાયું હતું કે આરોપ સાબિત થશે તો શિક્ષાત્મક પગલા લેવાશે અને આખરે આ મામલે કોંગ્રેસના કાઉન્સીલર જમના વેગડા વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરના કાઉન્સિલર જમના વેગડા AMCમાં વિપક્ષના નેતા ન બની શકતા કાળા જાદુનો સહારો લીધો હોવાનું સામે આવ્યું છે.. એક કથિત ઓડિયો વાયરલ થયો છે.. જેમાં દાવો થઈ રહ્યો છે કે શહેજાદખાન પઠાણને ખતમ કરી દેવા કાળા જાદુનો સહારો લેવાયો છે.. જમના વેગડા અને તાંત્રિક વચ્ચેની વાતચીતનો કથિત ઓડિયો વાયરલ થઈ રહ્યો હતો. જેની બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે જગદીશ ઠાકોરે તપાસના આદેશ આપ્યા હતા તેમણે કહ્યું કે પાર્ટીમાં આવી કોઈ ઘટનાઓને ચલાવી લેવાશે નહીં જો જમના વેગડા દોષિત ઠરશે તો તેમને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે.

આ પણ વાંચો :  Surat : આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં આક્રોશ , ભાજપમાં જોડાયેલા કાઉન્સિલરના ફોટા ફડાયા

આ પણ વાંચો :  કોરોના મૃતકોને સહાય મુદ્દે સુપ્રિમ કોર્ટ ગુજરાત સરકાર પર નારાજ, લોકોને પડતી અગવડતા દૂર કરવા ટકોર

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">