અમદાવાદમાં તહેવારો પહેલા આરોગ્ય વિભાગના દરોડા, મીઠાઈની દુકાનમાં રેપિડ ટેસ્ટ કિટ દ્વારા જ ભેળસેળનું હાથ ધરાયુ ચેકિંગ

અમદાવાદમાં તહેવારો પહેલા આરોગ્ય વિભાગના દરોડા, મીઠાઈની દુકાનમાં રેપિડ ટેસ્ટ કિટ દ્વારા જ ભેળસેળનું હાથ ધરાયુ ચેકિંગ

| Edited By: | Updated on: Aug 24, 2026 | 4:16 PM

અમદાવામાં તહેવારો પૂર્વે AMC ના આરોગ્ય વિભાગ દ્વારા મણિનગરમાં મીઠાઈ વિક્રેતાઓને ત્યા દરોડા પાડી ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ.  જેમા લેબ ટેકનિશ્યન સ્થળ પર જ રેપિડ ટેસ્ટ કિટ દ્વારા મીઠાઈમાં ભેળસેળ છે કે નહીં તેની તપાસ કરી રહ્યા છે. 

અમદાવાદમાં તહેવારો પૂર્વે જ AMC ના ફુડ વિભાદ દ્વારા મીઠાઈ વિક્રેતાઓને ત્યાં ચેકિંગની કામગીરી હાથ ધરાઈ છે.  ફુડ સેફ્ટી જળવાઈ રહે અને ગ્રાહકોને ભેળસેળવાળી કે અખાદ્ય મીઠાઈ પધરાવી દેવામાં ન આવે તે હેતુ સાથે  મનપાના આરોગ્ય વિભાગે આજે મણિનગર વિસ્તારમાંં આવેલ મીઠાઈની દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યુ હતુ અને મીઠાઈ અને તેમજ ફરસાણની ગુણવત્તા અંગે સ્થળ પર જ સેમ્પલ લઈ તપાસ હાથ ધરી હતી.

અમદાવાદમાં તહેવાર પહેલા મનપાના આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો.શ્રાવણ માસમાં મીઠાઈ વિક્રેતાઓ ને ત્યાં મનપાના આરોગ્ય વિભાગે ચકાસણી અને તપાસ હાથ ધરી. મણિનગરમાં આવેલી વિવિધ મિઠાઈની દુકાનોમાં આરોગ્ય વિભાગે દરોડા પાડી મિઠાઈ અને ફરસાણનું ગુણવત્તા અંગે સ્થળ પર તપાસ કરી. રેપિડ ટેસ્ટ કિટ અને લેબ ટેક્નિશિયન દ્વારા સ્થળ પર જ મિઠાઈની ગુણવત્તાની તપાસ કરવામાં આવી. જેના કારણે હવે તહેવારો પર મિઠાઈ યોગ્ય છે કે નહીં તેના પરિણામો જોવા રાહ નહીં જોવી પડે. મિઠાઈમાં મિલાવટ છે કે નહીં તેની સ્થળ પર જ જાણ થશે.

અહીં વીડિયોમાં આપ પણ મીઠાઈમાં ભેળસેળની ભેળસેળની ત્વરિત તપાસનો LIVE ડેમો જોઈ શકો છો. જુઓ કેવી રીતે વિવિધ કેમિકલની મદદથી મીઠાઈની તપાસ કરવામાં આવે છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રેપિડ ટેસ્ટ દરમિયાન આયોડિન સોલ્યુશન કેમિકલના ચાર થી પાંચ ડ્રોપ મીઠાઈના સેમ્પલ પર મુકવામાં આવે છે. જો મીઠાઈ કાળી પડી જાય તો તેમા ભેળસેળ હોઈ શકે છે અને જો માત્ર કેમિકલનો જ કલર રહે, મીઠાઈનો કલર ન બદલે તો તેમા કોઈ પ્રકારની મિલાવટ નથી તેમ માની શકાય.

રેપિડ કિટની મદદથી મિઠાઈ કે ફરસાણમાં કેમિકલ કે અખાદ્ય કલરની ભેળસેળ હતો તો તરત જ જાણ થઈ જશે. આ ઉપરાંત મિઠાઈમાં ચાંદીની વરખ છે કે એલ્યુમિનિયમની તેની પણ પ્રાથમિક માહિતી મેળવી શકાય છે.

દર વર્ષે તહેવારમાં લોકો મિઠાઈ આરોગી લે પછી મિઠાઈના નમૂનાનો રિપોર્ટ બહાર આવે અને ખબર પડે કે મિઠાઈ ખાવા લાયક નથી..પરંતુ આ વખતે રેપિડ કિટની મદદથી હાનિકારક મિઠાઈના વેચાણ પર બ્રેક લાગશે.

Input Credit- Narendra Rathod- Ahmedabad

2 સપ્ટેમ્બરથી મંગળનું નક્ષત્ર પરિવર્તન, આ ત્રણ રાશિઓને થશે ભરપૂર ધનલાભ, મળશે પદોન્નતિની ખુશખબરી

 

Published on: Aug 24, 2026 04:15 PM
Follow Us
Loading...
Unable to load recommendations.