અમદાવાદમાંથી ઝડપાયુ ગોગો પેપરનું ગોડાઉન,એક આરોપીની ધરપકડ -જુઓ Video

| Edited By: | Updated on: Dec 17, 2025 | 2:54 PM

એરપોર્ટ પોલીસે ગોડાઉન પર દરોડા પાડીને 72 લાખ રૂપિયાનું ગોગો પેપર જપ્ત કર્યું.

અમદાવાદમાં પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. એરપોર્ટ પોલીસે સમરથનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાં દરોડા પાડી ગોગો પેપરનું ગોડાઉન ઝડપી પાડ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન અંદાજે ₹72 લાખની કિંમતનું પ્રતિબંધિત ગોગો પેપર જપ્ત કરવામાં આવ્યું છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા હાલ આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા અનુસાર, ગોગો પેપર સહિતના રોલિંગ પેપર્સ પર તાત્કાલિક પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. સ્થાનિક મીડિયા અને સામાજિક સંગઠનોએ ચિંતા વ્યક્ત કરી હતી કે યુવાનો અને કિશોરો દ્વારા આ પેપર્સનો ઉપયોગ ગાંજા અને હશીશ જેવા નશીલા પદાર્થોના સેવન માટે થઈ રહ્યો છે. આ પ્રતિબંધનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

નશાખોરી સામે પોલીસ એક્શનમાં આવી છે. અમદાવાદ સહિત, સુરતમા પણ કાપોદ્રા પોલીસ દ્વારા પાન પાર્લર, ચા દુકાનો અને કરિયાણાની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને દુકાનદારોને ગોગો પેપર, રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ ન કરવા કડક સૂચના આપવામાં આવી છે. આ વસ્તુઓમાં ટાઇટેનિયમ ડાયોક્સાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ જેવા ઝેરી પદાર્થો હોવાના કારણે રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

આ ડ્રિંક છે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક, જાણો તેના 5 લાભ, વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Dec 17, 2025 02:38 PM