Monsoon: અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ, વાસણા બેરેજના 9 દરવાજા ખોલાયા
Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં બપોર બાદ વરસાદ વરસવાને લઈ સાબરમતી નદીમાં પાણીની આવક વધતા વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા હતા. વાસણા બેરેજના 9 દરવાજાઓને ખોલવામાં આવ્યા હતા.
અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં બપોરબાદ શુક્રવારે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદ શહેરમાં આગાહી મુજબ જ વરસાદ વરસ્યો હતો. શહેરના પૂર્વ અને પશ્વિમ બંને વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. શહેરમાં બપોર બાદ વરસાદ વરસવાને લઈ સાબરમતી નદીમાં પાણીની આવક વધતા વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા હતા. વાસણા બેરેજના 9 દરવાજાઓને ખોલવામાં આવ્યા હતા અને 9 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યુ હતુ.
શહેરના જમાલપુર, સાબરમતી, ઓઢવ, સીટીએમ, વસ્ત્રાલ, મણીનગર, બોપલ, જીવરાજ પાર્ક, વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. અનેક વિસ્તારમાં ભારે વરસાદ વરસવાને લઈ રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. રસ્તા પર પાણી ભરાઈ જવાને લઈ અનેક સ્થળે ટ્રાફીક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. હજુ પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. અમદાવાદના ઉપરવાસ વિસ્તારમાં પણ સારો વરસાદ હોવાને લઈ સાબરમતી નદીમાં પાણીની આવક વઘી છે.