ગુજરાત કોંગ્રેસ વિધાનસભા ચૂંટણી પૂર્વે નેતાઓની નારાજગી દૂર કરવા અપનાવશે આ રણનીતિ

કોંગ્રેસ(Congress) દ્વારા ફરી એકવાર સંગઠન પાર્ટ-2 ની જાહેરાત થશે. જેમાં 182 મંત્રી, 10 પ્રવક્તા અને આમંત્રિત સભ્યોના નામની જાહેરાત કરવામાં આવશે. તેમજ ત્રણ નવા પ્રદેશ કાર્યકારી પ્રમુખ પણ જાહેર કરાશે. જ્યારે હાર્દિક પટેલની નારાજગી વચ્ચે અન્ય નવા ત્રણ કાર્યકારી પ્રમુખ બનશે. જેમાં કોળી સમાજ, ક્ષત્રિય સમાજ અને દલિત સમાજમાંથી કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવશે.

ગુજરાત કોંગ્રેસ વિધાનસભા ચૂંટણી પૂર્વે નેતાઓની નારાજગી દૂર કરવા અપનાવશે આ રણનીતિ
Gujarat Congress (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 5:40 PM

ગુજરાત વિધાનસભાની આગામી(Gujarat Assembly Election)  ચૂંટણીને લઇને રાજકીય પક્ષોમાં ગતિવિધિ તેજ બની છે. જેમાં ગુજરાત કોંગ્રેસે (Congress)  આ વખતે ભાજપ સામે મોરચો માંડ્યો છે. જો કે તેવા સમયે ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં હાલથી જ વિખવાદ શરૂ થયો છે. જેમાં કોંગ્રેસના પાટીદાર નેતા હાર્દિક પટેલે જ ખુદ કોંગ્રેસ વિરુદ્ધ મોરચો માંડ્યો છે. જેના પગલે કોંગ્રેસ હાઇકમાન્ડની ચિંતા વધી છે. તેમજ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોંગ્રેસ નેતાઓની નારાજગી દૂર કરવા માટે સંગઠનમાં નવા લોકોને સમાવશે. જેમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા હાલમાં સંગઠનનું નવું માળખું જાહેર કર્યું હતું. તેમજ આગામી દિવસોમાં ફરી એકવાર સંગઠનમાં વધુ લોકોને સમાવવામાં આવશે.

 182 મંત્રીઓને વિધાનસભા બેઠક દીઠ પ્રભારી બનાવવામાં આવશે

જેમાં કોંગ્રેસ દ્વારા ફરી એકવાર સંગઠન પાર્ટ-2 ની જાહેરાત થશે. જેમાં 182 મંત્રી, 10 પ્રવક્તા અને આમંત્રિત સભ્યોના નામની જાહેરાત કરવામાં આવશે. તેમજ ત્રણ નવા પ્રદેશ કાર્યકારી પ્રમુખ પણ જાહેર કરાશે. જ્યારે હાર્દિક પટેલની નારાજગી વચ્ચે અન્ય નવા ત્રણ કાર્યકારી પ્રમુખ બનશે. જેમાં કોળી સમાજ, ક્ષત્રિય સમાજ અને દલિત સમાજમાંથી કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવશે. તેમજ કોંગ્રેસ પાર્ટીમાં યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે. તેમજ તમામ 182 મંત્રીઓને વિધાનસભા બેઠક દીઠ પ્રભારી( ઇન્ચાર્જ ) બનાવવામાં આવશે. આ ઉપરાંત 25 ઉપપ્રમુખને લોકસભા બેઠક દીઠ પ્રભારી બનાવવામાં આવશે. તેમજ મહામંત્રીઓને શહેર અને જિલ્લા પ્રભારી પણ જાહેર કરાશે. જ્યારે ગુજરાત કોંગ્રેસના ચાર સહ પ્રભારીઓને ચાર ઝોનની જવાબદારી સોંપવામાં આવશે.

 2017માં આટલો મોટો માહોલ હતો પરંતુ ખોટી રીતે ટિકિટ વહેંચાતા સરકાર ન બની

ઉલ્લેખનીય છે કે,  કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં દાવો કર્યો કે, ગત ત્રણ દાયકાથી ગુજરાતમાં કોંગ્રેસનું શાસન નથી. તેના માટે કોંગ્રેસનું આંતરિક વિખવાદ અને સ્થાનિક કોંગ્રેસ નેતાઓનો બીજા દળો સાથે ‘ગુપ્ત ગઠબંધન’ પણ જવાબદાર છે સાથે પટેલે દાવો કર્યો કે, 2017માં આટલો મોટો માહોલ હતો પરંતુ ખોટી રીતે ટિકિટ વહેંચાતા સરકાર ન બની શકી. હાર્દિક પટેલે કહ્યું કે, મને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા પરંતુ મને કોઈ મહત્વની બેઠકમાં બોલાવતા નથી.. કોઈ નિર્ણયમાં ભાગીદાર બનાવતા નથી. તેમજ ત્રણ વર્ષમાં મને કોઈ કામ ન સોંપાયું. હાર્દિક પટેલે કોંગ્રેસ સામે સવાલ પણ કર્યો કે 2017માં કોંગ્રેસે હાર્દિકનો ઉપયોગ કર્યો.. 2022માં નરેશભાઈનો ઉપયોગ કરશો અને 2027માં બીજા કોઈ પટેલને શોધશો ? તમારી પાસે હાર્દિક છે તો તેને મજબૂત કેમ નથી કરતા ? નરેશભાઈને લેવા જોઈએ પરંતુ ક્યાંક તેમની હાલત મારા જેવી તો નહીં થાયને

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ પણ વાંચો :  Anand: ખંભાતના હિંસાગ્રસ્ત વિસ્તારમાં તોફાનીઓ પર UPની જેમ બુલડોઝર નીતિ અપનાવાઇ, તોફાનીઓના ગેરકાયદે દબાણો દૂર કરાયા

આ પણ વાંચો : Surat : કવાસગામ ખાતે વેલ્ડીંગની દુકાનમાં બ્લાસ્ટ થતા માલિક સહીત ત્રણ લોકો દાઝયા, તમામને સિવિલ હોસ્પિટલમા ખસેડાયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">